Vadodara

માસીક ભાડે લીધેલી ગાડીઓ ગિરવે મૂકી ઠગાઇ કરનારને પોલીસે ઝડપી પાડ્યો….

કુલ 14લક્ઝુરિયસ ફોરવ્હિલર માસિક ભાડેથી લઇ વાહન માલિકોને ભાડું પણ ન ચૂકવ્યું

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામના ઇસમે ઓગસ્ટ-2023 થી અલગ અલગ ફોરવ્હિલર ના માલિકો પાસેથી કાર માસિક ભાડેથી લીધા બાદ બે ત્રણ મહિના રેગ્યુલર ભાડું આપી કાર માલિકોના વિશ્વાસ કેળવી લીધા બાદ કારનું ભાડું રૂ. 36 લાખ ન ચૂકવી આજદિન સુધી કાર પરત નહીં કરતાં પોલીસ ફરિયાદ થઇ હતી જેમાં કુલ 14 લક્ઝુરિયસ કાર જેની કિંમત રૂ.81 લાખની શોધી કાઢી છે જે કારો અલગ અલગ શહેરમાં માત્ર ત્રણ થી ચાર લાખમાં આરોપીએ ગિરવે મૂકી હતી.

પ્રાપ્ત અહેવાલ મુજબ, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામના પરબડી ફળિયામાં રહેતા વસીમ યુસુફભાઇ નોબારા નામના ઇસમે કેટલાક ફોરવ્હિલર ના માલિકો પાસેથી ગાડીઓ માસિક ભાડેથી લીધી હતી શરુઆતમાં તેણે કાર માલિકોને બે ત્રણ મહિના રેગ્યુલર ભાડું ચૂકવ્યું હતું પરંતુ ત્યારબાદ ફોરવ્હિલર માલિકોને ભાડા પેટે નિકળતા રૂ. 36લાખ નહીં ચૂકવી ભાડેથી લીધેલી હ્યુન્ડાઇ વર્ના કાર, મહિન્દ્રા કાર પરત નહીં કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના આધારે વડોદરા શહેર ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સપેક્ટર આર.જી.જાડેજા તેમજ પોલીસ ઇન્સપેક્ટર એચ.ડી.તુવરનાઓની દોરવણી હેઠળ પો.સ.ઇ. સી.ડી.યાદવે હ્યુમન સોર્સિસ ના આધારે આરોપી વસીમ યુસુફભાઇ નોબારાને ઝડપી પૂછપરછ હાથ ધરતા રીઢા આરોપીએ કુલ14 ફોરવ્હિલર ગાડીઓ જેની કિંમત 81લાખની થાય છે તે શોધી કાઢી કાર કબ્જે લેવામાં આવી હતી. આરોપીએ વડોદરા શહેર ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, આણંદ વિગેરે સ્થળોએ માત્ર ત્રણ થી ચાર લાખમાં કાર અલગ અલગ વ્યક્તિઓ પાસે ગીરવે મૂકી હતી જેને વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે શોધી કાઢી કબજે લીધી છે. આરોપીએ અમદાવાદના એક વ્યક્તિને ફોર્ચ્યુનર કાર વેચાણ આપી ત્યારબાદ આ કારની ઉઠાંતરી કરી વડોદરા લ ઇ આવ્યો હતો જે અંગેની ફરિયાદના આધારે ફોર્ચ્યુનર કાર વડોદરામાંથી પકડી પાડેલ જે અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેમાં આરોપી વસીમ નોબારાની સંડોવણી હોય આ ગુના સંબંધિત પણ કાર્યવાહી હાથ ધરાશે. અગાઉ આરોપી સામે જે.પી.પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અને મારામારીના કેસમાં પાસા હેઠળ ભાવનગર જેલમાં પણ જ ઇ આવેલ હોવાનું બહાર આવ્યું છે.

Most Popular

To Top