વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સગીરાની છેડતી કરવી એક આધેડને ભારે પડી ગઈ હતી. સગીરાની છેડતી કરનાર આધેડને મહિલાઓએ ભેગી મળીને બરાબરનો મેથી પાક ચખાડ્યો છે. આ સાથે જ મહિલાઓએ આધેડ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળમાં બનેલ મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સૌકોઈને હચમચાવી દીધા છે. જેથી દરેક વ્યક્તિએ મહિલાઓ તેમજ બાળકીઓની સુરક્ષાને લઈને સતર્ક બનવું આવશ્યક બન્યું છે. ત્યારે આવામાં વડોદરા ખાતેથી છેડતીની એક એવી ઘટના સામે આવી છે કે જેમાં આધેડને સગીરાની છેડતી કરવી ભારે પડી ગઈ છે.
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન પર સ્ટેશનરી લેવા આવેલ એક સગીરાની આધેડે છેડતી કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. રક્ષાબંધનના દિવસે સગીરા પોતાના મામાના ઘરે નિઝામપુરા આવી હતી. જ્યાં સગીરા ઘર નજીક આવેલ સ્ટેશનરીની દુકાન પર સ્ટેશનરી લેવા ગઈ હતી. પરંતુ ત્યાં એક આધેડે સગીરા પર દાનત બગાડી છેડતી કરી હતી. સગીરાએ પરિવારને આ ઘટનાની જાણ કરતાં મહિલાઓએ દુકાન પર પહોચી આધેડને ઢીબી નાખ્યો હતો. જેના બાદમાં મહિલાઓએ આધેડ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.