Vadodara

વરસાદી કાંસ પરના 50 જેટલા ઝુંપડા દૂર કરાયા

શહેર વરસાદના પગલે ઠેર પાણી ભરાયાં બાદ VMC એક્શનમાં આવ્યું


વડોદરા શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં અટવાઈ ગયું હતું. તેમાં અનેક જગ્યાએ વરસાદી કાંસ પરના ગેરકાયદે દબાણને લીધે વરસાદી પાણીનો નિકાલ નહીં થવાનું જણાઈ આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખી વરસાદી કાંસ પરના દબાણો તોડવાની શરૂઆત ક૨વામાં આવી છે.

રાજ્ય સરકારની સૂચના મુજબ આમ તો ચોમાસા દરમિયાન કોઈપણ ઝૂંપડા કે મકાન તોડી શકાય નહીં. પરંતુ વરસાદી કાંસ પરના આવા જે કોઈ દબાણો હોય તે તોડી શકાય છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે વરસાદી ટ્રાન્સફરના નડતરરૂપ 50 જેટલા ઝુંપડા પર બુલડોઝર ફેરવી દીધું હતું. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અને વોર્ડ નંબર બેના સ્ટાફે સંયુક્ત ઓપરેશનમાં સમા અભિલાષા ચાર રસ્તાથી સમા કેનાલ થઈ સમા ચાર રસ્તા સુધીના અંદાજે 50 જેટલા ઝૂંપડા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા તંત્રે અહીં ઉભા કરવામાં આવેલા ઝૂંપડાનો સામાન સહિતના દબાણો દૂર કર્યા હતા.

Most Popular

To Top