Charotar

ડાકોર રાજાધિરાજના ધામમાં રક્ષાબંધન હર્ષોલ્લાસ છવાયો

રાજાધિરાજ રણછોડરાય મંદિર મા ઉજવણી , સાંજે ૪ વાગ્યા ના સમયે ભગવાનને રાખડી બાંધવામાં આવી
(પ્રતિનિધિ) ડાકોર તા 19
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરે નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન પર્વની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ખૂબ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે સવારે ઠાકોરજીની મંગળા આરતી થઈ હતી. હજારા ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા હતા
ડાકોરમાં મધ્યરાત્રીથી જ ભાવિક ભક્તોનો ઘસારો મંદિરના દ્વારે આવી પહોંચ્યો હતો.
શ્રી રણછોડરાયની મંગળા આરતી પરોઢિયે 4.45 ના આરસામાં થઈ હતી. પવિત્ર રક્ષાબંધન પર્વની મંદિરે આયોજિત ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ડાકોરના ઠાકોરની એક ઝલકના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ આખો દિવસ રહ્યો હતો.

ભાવિક ભક્તોને દર્શન વ્યવસ્થિત થાય તે માટે સુંદર વ્યવસ્થા કરાઈ
નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન પર્વનુ માહત્મ્ય હોવાથી દર્શન માટે ખુબ ઘસારો રહેવાને પગલે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. ડાકોર ટેમ્પલ કમિટીના કર્મચારીગણ , ડાકોર પોલીસ બંદોબસ્ત ખડે પગે રહ્યા હતા . ભાવિક ભક્તોના દર્શન વ્યવસ્થિત થાય તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.ઉસ્તાપન આરતી સમયે ચાર વાગ્યાના અરસામાં શ્રી રણછોડરાય મહારાજને રક્ષા બાંધવામાં આવી હતી. આવી અલોકિક ક્ષણોનો ખુબજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન નો લ્હાવો લીધો હતો. ભગવાનનો જય જયકાર થયો હતો. ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે જેવા નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ડાકોર ના ઠાકોરના લાખો વૈષ્ણવો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તિ માં શક્તિ નું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું

વાહનોની પ્રવેશબંધીથી ટ્રાફિકમાંથી છુટકારો
ડાકોરના પી આઇ વીડી મંડોળા દ્વારા ડાકોરના માર્ગો ઉપર ગામમાં કોઈપણ વાહન ચાલકને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેનાથી ભક્તો ને ગામમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય ન હતી. સરળતાથી વૈષ્ણવો મંદિરના મુખ્ય પરિસરમાં પહોંચી જતા હતા. ત્યાં તેઓને પોલીસ તેમજ ડાકોર ટેમ્પલ કમિટીના કર્મચારીઓ સુંદર રીતે દર્શન કરાવ્યા હતા. વૈષ્ણવો પોલીસ પ્રશાસન તેમજ રણછોડરાયની વ્યવસ્થા જોઈને આનંદિત થયા હતા. નહિવત ટ્રાફિક હોવાથી ડાકોરના રહીશોમાં પણ આનંદ છવાયો હતો.

Most Popular

To Top