Vadodara

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધની ધામધૂમથી ઉજવણી કરાઈ…

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાનો પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ બહેન પોતાની રક્ષા માટે તેમજ ભાઈની રક્ષા માટે ભાઈની કલાઈ પર સૂતરનો ધાગો બાંધતી હોય છે. ત્યારે આજે પવિત્ર રક્ષાબંધનના પર્વ પર બહેન ભાઈના ઘરે સમયસર જઈ રક્ષા કવચ બાંધે ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પોતે કરેલ ગુનાની સજા કાપી રહેલ કેદીઓ એ પણ જેલ ખાતે રક્ષાબંધન ના પર્વની ઉજવણી કરી હતી.
વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પોતે કરેલ ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલ અલગ અલગ જિલ્લાના કેદી ભાઈઓને રક્ષાબંધન નિમિતે રાખડી બાંધવા માટે વહેલી સવારથી જ કેદી ભાઈઓની બહેનો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આવી પહોંચી હતી. પોતાના વ્હાલસોયા ભાઈની કલાઈ પર રાખડી બાંધી પોતાનો વ્હાલસોયો ભાઈ જલ્દી જેલ મુક્ત થઇ સમાજમાં એક સારો વ્યક્તિ બને અને તેના લાંબા આયુષ્ય માટે મનોકામના કરી હતી

વડોદરા સેન્ટ્રલ જેલમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે 1500 ઉપરના કેદી ઓને તેમની બહેનો એ બાંધી હતી. કર્મ સંજોગે જેલમાં આવેલા ભાઈની કલાઈ પર રાખડી બાંધતી વખતે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. ભાઈ ઓને રક્ષા રૂપે રાખડી બાંધી ભાઈથી દૂર રહેતી બહેનોના આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. બહેનોએ ભાઈની કલાઈ પર રક્ષા રૂપે રાખડી બાંધી ભાઈ વહેલી તકે સજા પૂર્ણ કરી જેલની બહાર આવે તેવી ભગવાનને પ્રાર્થના કરી જેલ તંત્ર દ્વારા પણ ભાઈ બહેનના પવિત્ર પર્વ પર ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top