Vadodara

મારામારીના ગુનામાં સંડોવાયેલા ફારુખ ઉર્ફે છાપરાને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો

શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.6પાછળ ગત 2ઓગસ્ટે બનેલા મારામારીના ગુનાના આરોપીને સયાજીગંજ પોલીસે કમાટીપુરાના નાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત તઃ.02જી ઓગસ્ટના રોજ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.06 ની પાછળ રેલવે ટિકિટ ની બારી ની બિલ્ડીંગ સામે અલકાપુરી થી રેલવે ગરનાળા તરફ જતાંરોડપર મારામારી ની ઘટના બની હતી જેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાની શહેર પોલીસ કમિશનર ની સૂચનાના આધારે આ ગુનાના વોન્ટેડ આરોપી ફારુખ ઉર્ફે છાપરો શેખ અંગે સયાજીગંજ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે શહેરના કમાટીપુરાના નાકેથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા તેણે મારામારીના ગુનામાં સંડોવણી તેમજ વોન્ટેડ હોવાની કબૂલાત કરતા સયાજીગંજ પોલીસે તેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફારુખ ઉર્ફે છાપરો શેખ વિરુદ્ધ અગાઉ રાવપુરા, કારેલીબાગ, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તથા ડીસીબી પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓ નોંધાયા હતા તદુપરાંત તે હદપારી પણ ભોગવી ચૂક્યા છે પાસા પણ થઇ ચૂકી છે.

Most Popular

To Top