Vadodara

વડોદરા: તરસાલી બાયપાસ રોડની 4 સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યો…

શહેરના તરસાલી બાયપાસ ખાતેની ચાર સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ મુદ્દે મ્યુનિ. કમિશનરને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે રહિશો દ્વારા આવેદનપત્ર સાથે કલેક્ટરને રજૂઆત

સોસાયટીમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા, તેમજ વરસાદીના પાણીની સમસ્યા દુર કરવા રજૂઆત કરાઇ

શહેરના તરસાલી બાયપાસ ખાતેના આદર્શનગર તથા હિમ્મતનગર તથા તરસાલી નવીનગરી તેમજ ઇન્દીરાનગર
આવેલા છે. જ્યાં આદર્શનગર સોસાયટીમાં અંદાજે 500, હિમ્મત નગરમાં 400 તથા નવી નગરી અને ઇન્દીરા નગરમાં 500 ઉપરાંત મકાનો આવેલ છે. આ સોસાયટીઓ ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ ગાંધીનગર દ્રારા સને 1985 થી 1989માં બનાવવામાં આવેલ હતી. અને આ વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ થતા ત્યાંના તમામ રહીશો દ્વારા છેલ્લા 4-5 વર્ષથી નિયમિત મ્યુન્સીપલ ટેક્ષ ચુકવવામાં આવે છે તેમ છતાં સ્થાનિક રહીશોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ કોર્પોરેશન તરફથી ફાળવવામાં આવેલ નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે આ વિસ્તારમાં હાલમાં કોર્પોરેશનની ગટર લાઈન નથી. તેમજ પાણીની કોઇ લાઈન નથી, સ્ટ્રીટ લાઈટો નથી અને કોર્પોરેશને આપવી જોઇતી કોઇ પણ સુવીધાઓ અહીં આ વિસ્તારોમાં રહીશોને આપવામાં આવતી નથી. તેમજ સાફ સફાઇ કરવા માટે માણસો અંદર આવતા નથી.આ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ નં.104/2017 માં હુકમ કરેલ છે તે મુજબ પણ રહીશોને પ્રાથમિક સુવીધાઓ પુરી પાડવી જરૂરી અને આવશ્યક હોય તેમ છતા પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવતી નથી હાલ ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. કારણકે અહીં વિસ્તારની સપાટી (લેવલ) કરતા મેઇન રોડની સપાટી ઉંચી છે. અને તેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી.લોકોના મકાનોમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઇ જતાં દરવર્ષે ખૂબ નુકશાન થાય છે.સ્થાનિકો દ્વારા અગાઉ અનેક રજૂઆતો છતાં આજદિન સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી જેથી વહેલી તકે અહીં તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે નહિંતર સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી સાથે તથા મ્યુનિ. કમિશનર વહેલી તકે સ્થળ તપાસ કરી કાર્યવાહી કરાવે તે બાબતે કલેક્ટર કચેરી ખાતે રહીશો દ્વારા આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી.

Most Popular

To Top