Vadodara

વડોદરા : વિનાયક લોજીસ્ટિકના મેનેજર વિરુદ્ધ સિટી બસના ડ્રાઈવરોના ઉગ્ર સુત્રોચાર

યુનિયનમાં જોડાતા સિટી બસના ડ્રાઈવરોને નોકરી પરથી કાઢી મુકતા રોષ :

ડ્રાઈવરોની માફી માંગી પરત નોકરી પર લેવા યુનિયનની માંગ :

વડોદરાની વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્ર રાણા સામે ડ્રાઇવર એસોસિએશનમાં ડ્રાઇવરોને નોકરીમાંથી કાઢી મૂકવાના ગંભીર આક્ષેપો સાથે નોકરીમાંથી છૂટા કરાયેલા ડ્રાઇવરો મેનેજર નરેન્દ્ર રાણા સામે આક્ષેપ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.તેમજ ડ્રાઈવરની માફી માંગી તેઓને પરત નોકરી પર લઈ લેવા યુનિયનના હોદ્દેદારો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં ચાલતી સીટી બસ વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્ર રાણા દ્વારા ડ્રાઇવર એસોસિએશનમાં જોડાવા બદલ ડ્રાઇવરોને નોકરી ઉપરથી કાઢી મૂકવા તથા ડ્રાઇવરોને અપ શબ્દો બોલવાના આક્ષેપો ઉઠ્યા છે. આ વિવાદ પ્રથમ સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે સયાજીગંજ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા નોકરીથી છૂટા કરી દેવામાં આવેલા અન્ય ડ્રાઇવરો તેમજ એસોસિયેશન દ્વારા સીટી બસ સ્ટેશન મેનેજર નરેન્દ્ર રાણાને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભારે સૂત્રોચ્ચાર પોકારી મેનેજરની હાય હાય બોલાવી હતી અને ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે મેનેજર નરેન્દ્ર રાણા હાજર નહીં હોવાના કારણે ડ્રાઇવરો પાછા ફર્યા હતા. યુનિયનના અગ્રણીએ જણાવ્યું હતું કે અમારું એટલું જ કહેવું છે કે જે પણ ડ્રાઇવરોને આ પરિસ્થિતિ થઈ રહી છે એ ન આવે અમને એક ડ્રાઈવર દ્વારા જાણવા મળ્યું છે કે, અમે તમારા યુનિયનમાં જોડાયા એટલા માટે અમને નોકરી ઉપરથી બે દખલ કરવામાં આવ્યા છે અને અમને ગાળો આપી અને મારવાની ધમકી પણ આપેલી છે. એવું કહી અમારી પાસે ડ્રાઈવર આવ્યા હતા. જેથી અમે આ મામલે પહેલા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પણ આપેલું છે અને અમને પોલીસ મથકેથી એવું કહેવામાં આવ્યું છે કે, અમે તમને સાંજે જણાવીશું. પરંતુ સાંજ સુધી અમને બોલાવ્યા નથી અને બીજા દિવસે પણ બપોરના ત્રણ વાગી ગયા તો પણ અમારી કોઈ અરજી સ્વીકારવામાં આવી નથી. અમારું એટલું જ કહેવું છે કે અમે યુનિયન કર્યું છે, તો કોઈ માલિકોને નુકસાન પહોંચાડવા માટે આ યુનિયન બનાવ્યું નથી. બધા ડ્રાઈવરોના ફાયદા માટે આ યુનિયન ઉભું કર્યું છે. અને એ પણ સરકારના ધારા ધોરણ હેઠળ કર્યું છે. અમે મેનેજરને એક જ વસ્તુ કહેવા માટે આવ્યા હતા. જે ડ્રાઇવરને અપશબ્દો બોલવામાં આવ્યા અને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા છે. તેમને સહી સલામત રીતે પરત નોકરી ચાલુ કરી દેવામાં આવે. અમારે આગળ બીજું કશું કરવું નથી. અને એ માફી માંગી લે અને જેવી પહેલા એ રાબેતા મુજબ નોકરી કરતા હતા એવી આ ડ્રાઇવરની નોકરી પાછી આપી દે અમારી એ જ માંગ છે.

Most Popular

To Top