World

ઓસ્ટ્રેલિયામાં હોટલની છત પર હેલિકોપ્ટર ક્રેશ થયું, 400 લોકોને રેસ્ક્યુ કરાયા, 2ના મોત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના (Australia) ક્વીન્સલેન્ડમાં આજે સોમવારે સવારે એક હોટલની છત પર હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crashe) થયું હતું. ત્યારે આ ગુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટનું અને અન્ય વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે હેલિકોપ્ટરમાં આગ લાગવાથી લગભગ 400 લોકોને હોટલમાંથી બહાર કાઢવા પડ્યા હતા.

અસલમાં ઓસ્ટ્રેલિયાના કેર્ન્સ શહેરમાં એક હોટલની છત સાથે હેલિકોપ્ટર અથડાયું હતું. ત્યાર બાદ તરત જ ઈમરજન્સી ટીમને બોલાવવામાં આવી હતી અને પોલીસે તરત જ આખી હોટલ ખાલી કરાવી હતી. ત્યારે હોટેલમાં રહેતા લગભગ 400 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, આ દુર્ઘટનામાં પાયલોટ અને હેલિકોપ્ટરના. સવાર અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. ખરેખર તો કેર્ન્સ ઓસ્ટ્રેલિયાના અગ્રણી પ્રવાસી શહેર તરીકે ઓળખાય છે. જે ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. ત્યારે ક્રેશ થયેલું હેલિકોપ્ટર પણ પ્રવાસન સાથે સંકળાયેલું હતું.

સમગ્ર મામલે કેર્ન્સ શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા પાયલોટની ઓળખ થઈ નથી. આ સાથે અધિકારીઓએ એ પણ પુષ્ટિ કરી ન હતી કે હેલિકોપ્ટર કયા હેતુ માટે ટેકઓફ કર્યું હતું અને પ્રવાસી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હેલિકોપ્ટરને કેર્ન્સ એરપોર્ટથી ટેક ઓફ કરવા માટે કોણે મંજૂરી આપી હતી.

હોટલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો
આટલું જ નહીં પણ ક્વીન્સલેન્ડ પોલીસ વિભાગના કાર્યકારી ‘મુખ્ય અધિક્ષક’ શેન હોલમ્સે પત્રકારોને જણાવ્યું હતું કે આગને કારણે આખી હોટલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે અહીં રહેતા એક દંપતીને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. ત્યારે હોટલની આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી. હોમ્સે કહ્યું કે હજી સુધી જાણી શકાયું નથી કે હેલિકોપ્ટર ઉડાડનાર વ્યક્તિ પાસે પાઇલટનું લાઇસન્સ હતું કે શું તે હેલિકોપ્ટરની માલિકીની કંપની નોટિલસ એવિએશન માટે કામ કરતો હતો કે કેમ.

હોલમ્સે જણાવ્યું હતું કે “હવે કોઈ ખતરો નથી અને અમે માનીએ છીએ કે આ એક માત્ર ઘટના હતી હવે પછી આવી કોઇ ઘટના બનશે નહીં.” નોટિલસ એવિએશનએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર “અનધિકૃત” રીતે ઉડાન ભરી હતી પરંતુ આ મામલે કોઇ વિવરણ આપવમાં આવશે નહીં. કેર્ન્સ એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ બાર્કરે જણાવ્યું હતું કે પ્રારંભિક તારણો દર્શાવે છે કે “એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અથવા કાર્યવાહીમાં કોઈ ક્ષતિઓ નથી”.

Most Popular

To Top