Vadodara

15મી ઓગસ્ટને લઈને વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયુ

રેલવે પોલીસ, એસઓજી બીડીડીએસ અને કયુઆરટીની ટીમ દ્વારા વિવિધ જગ્યા પર તપાસ હાથ ધરાઇ

રેલવે સ્ટેશન પર સિક્યુરિટી ગાર્ડની બેગમાંથી લાઈસન્સવાળી બંદૂક મળી આવી

પ્રતિનિધિ વડોદરા તા. 12

15 મી ઓગસ્ટ ની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેના માટે પોલીસ વિભાગ એલર્ટ મોડ આવી ગયો છે. જેને લઈને વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ, એસઓજી, બીડીડીએસ અને ક્યુઆરની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.જેમાં એક સિક્યુરિટી ગાર્ડના બેગમાંથી બાર બોરની બંદૂક મળી આવતા પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરાઇ હતી.

સ્વાતંત્ર્ય પર્વ એટલે કે 15 મી ઓગસ્ટની
વડોદરા શહેરમાં ધામધુમ સાથે શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ
સ્વાતંત્ર પર્વ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે ઉપરાંત કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે, સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશન પર રેલવે પોલીસ, એસઓજી, બીડીડીએસ અને ક્યુઆરટીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન રેલ્વે સ્ટેશન પર શંકાસ્પદ બેગ સાથે ઉભો હતો. જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી. જેથી તેની પાસે જઈને પોલીસ દ્વારા બેગનું ચેકીંગ કરવામા આવતા તેમાંથી બાર બોરની એક બંદૂક મળી આવતા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. જેથી પોલીસ દ્વારા આ વ્યક્તિની પૂછપરછ કરી હતી. ત્યારે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મળી આવેલી બંદુકનું લાઇસન્સ પણ છે. જેથી પોલીસે સિક્યુરિટી ગાર્ડ ક્યા રહે છે અને કયા નોકરી કરતો હોવાની પૂછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top