Vadodara

રિસ્ટોરેશનની રાહ જોતી શહેરની હેરિટેજ ઇમારતોમાંની એક એવી ‘તાંબેકર વાડો’

શહેરના રાજકારણીઓ, પાલિકાના અધિકારીઓને હેરિટેજ ઇમારતો અંગે જાણે કોઇ ગંભીરતા જ ન હોય તેવું જણાય છે

તાંબેકર વાડા નો આગળનો ભાગ એએસઆઇ ના અંડરમા છે જ્યારે પાછળનો ભાગ વડોદરા મહાનગરપાલિકાના અંડરમા

ઐતિહાસિક નગરી, સયાજીનગરી અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરમાં કેટલીક હેરિટેજ ઇમારતો આવેલી છે જેમાંની એક પોતાની આગવી ઓળખ ધરાવતી હેરિટેજ ઇમારત એટલે રાવપુરા વિસ્તારમાં આવેલ તાંબેકરવાડો. આ ઇમારત પોતાની આગવી ઓળખ એટલા માટે ધરાવે છે કારણ કે શહેરમાં જેટલી હેરિટેજ ઇમારતો છે અને તેમાંય ભિંતચિત્રો ધરાવતી બે કે ત્રણ ઇમારતો છે તેમાંની આ એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપરના બે માળ સુધી અહીં રામાયણ, મહાભારત ના કોટા શૈલીના ચિત્રો આજે પણ જોવા મળે છે. આ ઇમારતનો આગળનો ભાગ આર્કિયોલોજીકલ સ્ટ્રક્ચરસ ઓફ ઇન્ડિયા (ASI) ના અંડરમા છે જ્યારે આ ઇમારતનો પાછળનો ભાગ વડોદરા મહાનગરપાલિકાના અંડરમા આવે છે.
આ ઇમારતનો ઇતિહાસ જોઇએ તો સયાજીરાવ ફર્સ્ટ ના સમયગાળામાં એટલે કે 1768 પછી પૂણે થી એક શરાફ એટલે કે વગદાર વ્યક્તિ જેમનું નામ ગોપાળનાઇક તાંબેકર હતું તેઓ અહીં પોતાના આપબળે વડોદરાના દિવાન બન્યા હતા તેઓને રહેવા માટે આ ભવન તૈયાર કરવામાં આવ્યું હતું જેને આપણે ‘તાંબેકર વાડા’ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ગણપતરાવ ગાયકવાડના સમયગાળામાં એટલે કે 1847 થી 1856 સુધીના સમયગાળા દરમ્યાન તાંબેકર ફેમિલીના સભ્ય એવા વિઠ્ઠલ ખંડેરાવ તાંબેકરે આ આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપરના બે માળ સુધી ભિંતચિત્રો તૈયાર કરાવ્યા હતા. આ ભિંતચિત્રો કોટાના 13 આર્ટિસ્ટો દ્વારા ચાર વર્ષમાં તૈયાર કરવામાં આવ્યા હતા. કોટાશૈલીમા તૈયાર થયેલા આ ભિંતચિત્રોમાં રામાયણ, મહાભારત તથા જે તે સમયના પશુ પક્ષિઓ ને આવરી લેવામાં આવ્યા હતા. આ ભિંતચિત્રો ઉપરના બે માળે આજે પણ યથાવત છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર હવે ફરી રિસ્ટોરેશનની કામગીરી થાય તેની રાહ જુએ છે. સમગ્ર ઇમારતમાં લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. આગળનો ભાગ એએસઆઇ ના અંડરમા છે જ્યારે પાછળનો ભાગ કે જ્યાં સ્કૂલ હતી તે ભાગ જર્જરિત થઇ રહ્યો છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અહીં હેરિટેજ ઇમારત રિસ્ટોરેશન માટે ફંડની ફાળવણી તો કરી છે પરંતુ પાલિકાના અધિકારીઓ કે શહેરના રાજકારણીઓને જાણે કોઇ જ રસ અહીં ન હોય તેમ જણાય છે અહીં રિસ્ટોરેશનની કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી જ્યારે આ અંગે મિડિયાએ પૂછતાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ એ એસ આઇ પર બધું ઢોળી જણાવે છે કે એ એસ આઇ લેખિતમાં કયો ભાગ તેઓના અંડરમા છે તે ક્લિયર કરે ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરીશુ આમ શહેરમાં હેરિટેજ ઇમારતોની જાળવણી અને નિભાવણી માટે તંત્ર નિષ્ક્રિય જણાય છે. રાજકારણીઓ અને સતાધીશો ફક્ત શહેરને સ્માર્ટ સિટી બનાવવાની દોડમાં, પડ્યા છે અને આપણી વિરાસત વિસરી રહ્યાં છે.

Most Popular

To Top