Vadodara

શહેરના ભૂતડીઝાંપાથી જૂના આરટીઓ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા….

શહેરના વોર્ડ નં.6 વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરાયા…

લારીગલ્લાઓ સહિત શેડ, કાચા પાકા દબાણો દૂર કરાયા…

વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના વોર્ડ નં 6 વિસ્તારમાં આવેલા ભૂતડીઝાંપા વિસ્તારથી મોગલવાડા થઇ જૂના આરટીઓ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી કાચા પાકા ગેરકાયદેસર દુકાનો ના બાંધકામ શેડ તથા લારીઓના દબાણોથી ટ્રાફિકને નડતરરૂપ વિસ્તાર બની ગયો હતો. અવારનવાર આ અંગેની ફરિયાદો થતી હતી ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોર્ડ નં. 6 અને 7વિસ્તારમાં આવતા પટ્ટામાં દબાણ શાખાની ટીમે કાચા પાકા દબાણો, શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી .આ દરમિયાન કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો સાથે સાથે વોર્ડ નં.6 ની ટીમને પણ સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના ભૂતડીઝાંપા કે જ્યાં બસસ્ટેન્ડ ની બહારથી માંડીને નવી પોલીસ લાઇન, પાંજરૅગર મહોલ્લા, થી જૂના આરટીઓ વિસ્તારમાં નોનવેજની લારીઓ, ગેરેજ સહિતના ગેરકાયદેસર દબાણો ઉભા કરી દીધા હતા જેના કારણે અહીં વાહનદારીઓ તથા રાહદારીઓ ને પણ ખૂબ જ તકલીફ પડતી હતી.અહીં મોટા ભાગે નોનવેજની લારીઓ તથા ગેરેજ નજીકમાં કેટલાક તત્વોનો જમાવડો પણ રહેતો હતો જેના કારણે પણ લોકોને તકલીફ ઉભી થતી હતી ત્યારે આજે પાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ-6 અને 7ના પટ્ટામાં દબાણો દૂર કરાયા હતા.

Most Popular

To Top