Vadodara

માનવદિન પૂરા કરનારા 137 સફાઇકર્મીઓને પાલિકાનો રોજમદારીમા પરિવર્તિત કરવાનો નિર્ણય..

માનવદિન/ કરાર આધારીત કુલ-720 દિવસની કામગીરી પુર્ણ કરેલ હોય તેવા 1200 જેટલા સફાઇ સેવકોને રોજિંદારીમાં પરિવર્તીત કરવાની યોજનાની સૈધાંતિક મંજુરી આપેલી હતી

તમામ 137 સફાઇસેવકોદ્વારા આ નિર્ણયને વધાવી મેયરપિંકીબેન સોની અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીનુ શાલ ઓઢાડી પુષ્પગુચ્છઆપી સનમ્માન કરવામા આવ્યું હતું .

વડોદરા શહેરમા સફાઇનુ સ્તર સુધરે અને વડોદરા શહેર સ્વચ્છ અને સ્વસ્થ બને તે ઉદ્દેશ્યથી વડોદરા માહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિમા ડૉ.શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામા ઠરાવ ક્રમાંક 543/તા.09/11/2023 થી વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડના સેનેટરી/ એન્જીનીયરીંગ વિભાગમાં જે પૈકી કુલ 137જેટલા કર્મચારીઓની સતત 720 દિવસની સારી અને સંતોષકારક કરેલ કામગીરીને અનુલક્ષીને આ સર્વે 137 સફાઇ કર્મચારીઓને રોજીંદારીમા પરિવર્તિતિ કરવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામા આવ્યો હતો ત્યારે તમામ કર્મચારીઓ દ્વારા આ નિર્ણયને વધાવી પાલિકા કચેરી ખાતે મેયરપિંકીબેન સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીનુ શાલ ઓઢાડી પુષ્પગુચ્છઆપી સનમ્માન કરવામા આવ્યું હતું. જે બદલ મેયર તથા સ્થાઇ સમિતિના ચેરમેન દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીએ તમામ કર્મચારીઓને પોતાની બીટ મુજબ સફાઇમા અગ્રેસર રહેવા અને પોતાનુ શહેર પોતાનુ ઘર સમજી સ્વચ્છ વડોદરા, સ્વસ્થ વડોદરા બનાવવા પ્રેરણા આપી હતી.

Most Popular

To Top