Business

પહેલીવાર નિફ્ટી 25,000ને પાર, સેન્સેક્સ ઓલટાઇમ હાઇ, ભારતીય શેર બજારમાં તેજી

નવી દિલ્હી: ભારતીય શેરબજાર (Indian stock market) આજે ગુરુવારે ઉછાળા સાથે ખુલ્યું હતું. ત્યારે નિફ્ટીએ (Nifty) પ્રથમ વખત 25,000ની સપાટી વટાવી હતી અને સેન્સેક્સે (Sensex) નવી ઓલ ટાઇમ હાઈ સપાટી બનાવી હતી. ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ ગઈકાલના 81,741.34 ક્લોઝિંગ પોઈન્ટની સરખામણીમાં આજે 81,949.68 ના વધારા સાથે ખુલ્યો હતો.

આજના ગુરુવારના શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 0.35 ટકા અથવા 309 પોઈન્ટના વધારા સાથે 82,048 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે વધીને 82129.49 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આ સાથે જ સેન્સેક્સ તાજેતરની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરમાંથી 23 શેર લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા અને 7 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 0.42 ટકા અથવા 105 પોઇન્ટના વધારા સાથે 25,056 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેર લીલા નિશાન પર અને 14 લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

આ શેર્સમાં તેજી જોવા મળી હતી
સવારના ટ્રેડિંગમાં નિફ્ટી પેક શેર્સમાં સૌથી વધુ તેજી મારુતિના શેરમાં 3.38 ટકા, કોલ ઈન્ડિયામાં 2.80 ટકા, JSW સ્ટીલમાં 2.53 ટકા, હિન્દાલ્કોમાં 2.39 ટકા અને પાવર ગ્રીડના શેરમાં 1.84 ટકાના વધારા સાથે નોંધાઇ હતી. તે જ સમયે સૌથી વધુ ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 2.10 ટકા, હીરો મોટોકોર્પમાં 1.21 ટકા, BPCLમાં 1.04 ટકા, સન ફાર્મામાં 0.72 ટકા અને એશિયન પેઇન્ટમાં 0.52 ટકાના ઘટાડા સાથે નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ
ક્ષેત્રીય સૂચકાંકોમાં નિફ્ટી મેટલમાં સૌથી વધુ 1.47 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી બેન્કમાં 0.54 ટકા, નિફ્ટી ઓટોમાં 0.15 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.49 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.13 ટકા, નિફ્ટી આઇટીમાં 0.05 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.06 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.52 ટકા, 52 ટકા નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.43 ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સ 0.16 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.48 ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ 0.27 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.22 ટકા સાથે તેજી નોંધાઇ હતી. આ સિવાય નિફ્ટી રિયલ્ટીમાં 0.85 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Most Popular

To Top