નવી દિલ્હી: સંસદમાં (Parliament) જાતિવાદ મુદ્દે ભાજપના (BJP) સાંસદ અનુરાગ ઠાકુરના (Anurag Thakur) નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે આ નિવેદન બાદ ઇન્ડિયા ગઠબંધનના (India Alliance) નેતા અને સપા સુપ્રિમો અખિલેશ યાદવ ગુસ્સે થયા હતા. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અખિલેશ કહી રહ્યા હતા કે તમે જાતિ કેવી રીતે પૂછી?
સંસદમાં થયેલા હોબાળા બાદ હવે બીજેપીએ પણ અખિલેશ યાદવના જૂના વીડિયો શેર કરી દીધા છે, જેમાં અખિલેશ જાતિ વિશે પૂછતા જોવા મળી રહ્યા છે. અસલમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જાતિ પર ટિપ્પણી કરી હતી. અનુરાગે કહ્યું હતું કે જેમને જાતિ વિશે કોઇ માહિતી ન હોય, તેઓ જાતિની વસ્તી ગણતરીની વાત કરે છે. અનુરાગના આ નિવેદનથી સપા નેતા અખિલેશ યાદવ નારાજ થયા અને કહ્યું કે તમે કોઈની જાતિ કેવી રીતે પૂછી શકો? ત્યારે સમગ્ર મામલે હવે વડાપ્રધાન મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને અનુરાગનો વીડિયો જોવા કહ્યું હતું
અનુરાગ ઠાકુરના બજેટ ભાષણના વિવાદ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે અનુરાગની સ્પીચ હકીકતો અને રમૂજનું સંપૂર્ણ મિશ્રણ છે. આ ભાષણ ભારત ગઠબંધનની ગંદી રાજનીતિને ઉજાગર કરે છે. ત્યારે કોંગ્રેસે મોદીના આ નિવેદનને સંસદીય વિશેષાધિકારનું ઉલ્લંઘન, અત્યંત અપમાનજનક અને ગેરબંધારણીય ટિપ્પણી તરિકે ગણાવ્યુ હતું. કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે અનુરાગ ઠાકુરના ભાષણથી દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો (ઓબીસી)નું અપમાન થાય છે.
ભાજપનો વળતો પ્રહાર
ગૃહમાં અખિલેશના હોબાળા બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે અને અખિલેશના જૂના વીડિયો શેર કર્યા હતા. ત્યારે અખિલેશનો જૂનો વીડિયો શેર કરતા અનુરાગ ઠાકુરે લખ્યું કે અખિલેશ જીએ જાતિ વિશે કેવી રીતે પૂછ્યું?
આ સિવાય યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ અખિલેશ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘કોંગ્રેસના અગ્રણી એસપી બહાદુર શ્રી અખિલેશ યાદવને જ્યારે શ્રી રાહુલ ગાંધીની જાતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ નારાજ થયા, તેનાથી તેઓ એક નેતા જેવા ઓછા પરંતુ ગાંધી પરિવારના દરબારી જેવા લાગતા હતા. 2017નું પુનરાવર્તન 2027માં થશે.