Charotar

આણંદમાં જુના બસ સ્ટેન્ડ તરફ જવા ટુંકી ગલીમાંથી પસાર થવું પડશે

આણંદ કલેક્ટરે ટુંકી ગલીમાં દબાણોનો સફાયો કર્યા બાદ વન-વે સહિતના જાહેરનામા બહાર પાડ્યાં

આણંદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા એકી- બેકી પાર્કીંગ કરાશે

(પ્રતિનિધિ) આણંદ તા.30

આણંદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવ્યા બાદ તંત્ર દ્વારા નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટુંકી ગલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પાસેથી વાહનો ઘુસ્યા બાદ સીધા ટુંકી ગલી અને ત્યાંથી ફરી નવા બસ સ્ટેન્ડ તરફનો રસ્તો પકડશે. આમ ટુંકી ગલીમાં ટુ-વે રસ્તો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આણંદ શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામા દ્વારા શહેરના કેટલાક રૂટ ઉપર વન-વે ઝોન, એકી-બેકી પાર્કીંગ તથા નો પાર્કીંગ ઝોન તરીકે જાહેર કરવા હુકમ કર્યો છે.

આ જાહેરનામા મુજબ, આણંદ રેલવે સ્ટેશન ત્રણ રસ્તા (ડીવાયએસપી ઓફિસ) તરફથી આવતા વાહનો જુના બસ સ્ટેન્ડ તરફ જવા માટે ટુંકી ગલીના નાકાથી (જુના બસ સ્ટેન્ડ તરફનું નાકુ) ડાબી બાજુ વળી ટુંકી ગલી રોડ થઈ ટુંકી ગલીના નાકા (મહાત્મા ગાંધી રોડ તરફ)થી જમણી બાજુ વળી નગરપાલિકા દવાખાના થઈ જુના બસ સ્ટેન્ડ જઈ શકાશે. આ ઉપરાંત આણંદ રેલવે સ્ટેશન ત્રણ રસ્તા (ડીવાયએસપી ઓફિસ)થી જુના બસ સ્ટેન્ડ તરફ જતા વાહનો ટુંકી ગલીના નાકેથી સીધા જુના બસ સ્ટેન્ડ તરફ જઈ શકશે નહી.

આણંદ નગરપાલિકા દવાખાના ત્રણ રસ્તા તરફથી આવતા વાહનો ગોદી તરફ જવા માટે નગરપાલિકા દવાખાનાથી ગોદી ત્રણ રસ્તા તરફ જતા વાહનો ટુંકી ગલીના નાકે (મહાત્મા  ગાંધી રોડ તરફનુ) થી ડાબી બાજુ ટુંકી ગલીના નાકા (જુના બસ સટેન્ડ તરફનું નાકા) તરફથી જમણી બાજુ વળી આણંદ રેલવે સ્ટશન ત્રણ રસ્તા થઈ ગોદી ત્રણ રસ્તા તરફ જવાશે. આ ઉપરાંત આણંદ નગરપાલિકા દવાખાનાથી ગોદી ત્રણ રસ્તા તરફ જતા વાહનો ટુકી ગલીના નાકેથી સીધા ગોદી ત્રણ રસ્તા તરફ જઈ શકશે નહી તથા દવાખાનાથી ડાબી તરફ વળી ટુકી ગલીમાં આવતા વાહનો ડાબી તરફ વળી જુના બસ સ્ટેશન તરફ વાહનો જઈ શકશે નહીં.  આ જાહેરનામું સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાન અને ફાયરબ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં, આ હુકમનો ભંગ કરનાર વ્યકિત કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

Most Popular

To Top