Entertainment

અમિતાભ બચ્ચને ભૂલથી શેર કર્યો આવો વીડિયો, પછી માંગી માફી!

નવી દિલ્હી: સદીના મહાનાયક અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે ટ્વિટર હોય કે ઇન્સ્ટાગ્રામ, દરેક સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ ઉપર તેઓ અવારનવાર પોસ્ટ શેર કરતા રહે છે. પરંતુ ક્યારેક તેઓ જાતે પોસ્ટ કરેલા કંટેન્ટની માફી (Apology) પણ માંગે છે. હાલ અભિનેતા સાથે કંઇક આવું જ બન્યું હતું. અસલમાં તેમણે પોતાની એક પોસ્ટમાં શેર કરેલા વીડિયોમાં ફિલ્મનું નામ ખોટું લખ્યુ હતું. જેથી તેઓએ માફી માંગી હતી.

અસલમાં અમિતાભ બચ્ચને એક જ વીડિયો બે વાર શેર કર્યો હતો. જ્યારે પહેલીવાર તેમણે વીડિયો શેર કર્યો ત્યારે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હજુ પણ કામ માટે દોડી રહ્યો છું.’ બીજા વિડિયોમાં તેમણે લખ્યું હતું કે, ‘હજુ પણ અગ્નિપથથી ભાગી રહ્યો છું. હું અગ્નિપથથી અત્યાર સુધી કામ માટે ભાગી રહ્યો છું.’ આ અંગે ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી. અમિતાભએ શેર કરેલી ક્લિપમાંની એક ક્લિપ તેમની ફિલ્મનું એક દ્રશ્ય હતું, જેમાં તેઓ દોડી રહ્યા હતા, અને પછી તેઓ પોતાના ગાર્ડન એરિયામાં દોડતા જોવા મળે છે, જેમને અભિષેક બચ્ચને પકડ્યા હતા.

આ કારણથી અમિતાભ બચ્ચને માંગી માફી
શેર કરેલા વીડિયોના કેપ્શનમાં તેમણે ફિલ્મ અગ્નિપથનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ બાદમાં તેમણે આ માટે માફી માંગી હતી. કારણ કે આ સીન અગ્નિપથનો નથી, પરંતુ ફિલ્મ અકેલાનો છે. જેમાં તેઓ અમૃતા સિંહ સાથે જોવા મળ્યા હતા. વીડિયો શેર કર્યા બાદ તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માફી માંગતા લખ્યું હતું, ‘હું માફી માંગુ છું. ભાગવાનો વીડિયો જે મેં શેર કર્યો હતો અને કહ્યું હતું કે તે અગ્નિપથનો છે. તે સીન અસલમાં ફિલ્મ અકેલાનો છે. શુભેચ્છકોનો આભાર.’

અમિતાભે બતાવ્યું કે કેવી રીતે શૂટિંગ કરવું
અમિતાભ બચ્ચને બીજી પોસ્ટ કરી છે, જે તેમની ફિલ્મ કલ્કી 2898 એડીના શૂટિંગ દરમિયાનની છે. જ્યારે તેમની અને પ્રભાસ વચ્ચે ફાઈટ સીન શૂટ થઈ રહ્યો હતો. જેમાં તેમને ક્રોમા પરના સ્ટુડિયોમાં કેવી રીતે ફિલ્માવવામાં આવ્યું તે બતાવવામાં આવ્યું છે. તેઓ આ સીનમાં હવામાં લટકતા જોવા મળે છે. આ પોસ્ટ પર દરેક લોકો તેમના વખાણ કરી રહ્યા છે. તેમજ ફિલ્મમાં તેમના કામની પ્રશંસા કરી રહ્યા છે.

Most Popular

To Top