National

‘શ્રીમતી જયા અમિતાભ બચ્ચન’ સાંભળીને સપા સાંસદ ભડક્યા, ઉપાધ્યક્ષને સંભડાવી આવી વાતો

નવી દિલ્હી: રાજ્યસભામાં ગઇકાલે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ ઉપર ભડક્યા હતા. તેમજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચનનો (Jaya Bachchan) આ સંદર્ભે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો સોમવાર 29 જુલાઈનો રાજ્યસભાનો છે. અસલમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે (Harivansh Narayan Singh) ગઇકાલે જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા હતા, જેના પછી જયા બચ્ચન ખૂબ રોષે ભરાયા હતા.

જયા અમિતાભ બચ્ચન કહી સંબોધ્યા બાદ જયા બચ્ચને વાંધો વ્યક્ત કરતાં ઉપાધ્યક્ષને કહ્યું હતું, ‘સર જો તમે જયા બચ્ચન કહ્યુ હોત તો તે પણ પૂરતું હોત.’ ત્યારે ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે જયા બચ્ચનની વાત સાંભળ્યા બાદ કહ્યું કે અહીં આખું નામ લખવામાં આવ્યું છે, તેથી મેં નામ પુનરાવર્તન કર્યું છે. ત્યારે જયા બચ્ચને કહ્યું, ‘આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જ્યાં મહિલાઓ તેમના પતિના નામથી ઓળખાશે. મહિલાનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, મહિલા પાસે કોઈ સિદ્ધિઓ નથી.’

વીડિયો વાયરલ
અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચનનો આ વીડિયો હવે દરેક સોશિયલ મીડિયા હેન્ડલ પર વાયરલ થઈ રહ્યો છે અને યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અસલમાં નામને લઈને હોબાળો ત્યારે થયો જ્યારે સમાજવાદી પાર્ટીના સભ્ય જયા બચ્ચન કોચિંગ સેન્ટરની ઘટના પર પોતાનો મત વ્યક્ત કરવા ઉભા થયા હતા. ત્યાર બાદ રાજ્યસભામાં જયા બચ્ચને કોચિંગ સેન્ટર અકસ્માતને લઈને રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી.

કોચિંગ અકસ્માત પર જયા બચ્ચને શું કહ્યું?
જયા બચ્ચને દિલ્હીના કોચિંગ સેન્ટર દુર્ઘટના પર રાજ્યસભામાં કહ્યું હતું કે પીડિતોના પરિવારજનોના દુ:ખ વિશે કોઇ વાત ન કરવી એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે. તેમણે કહ્યું, ‘યુવાનોના પરિવાર વિશે કોઈએ કંઈ કહ્યું નહીં. તેમને શું થયું હશે! ત્રણ યુવાનોના થયા છે. હું એક કલાકાર છું, હું બોડી લેંગ્વેજ અને ચહેરાના હાવભાવ સમજું છું.’

જયા બચ્ચને વધુમાં કહ્યું, ‘દરેક પોતપોતાની રાજનીતિ કરી રહ્યા છે. આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે શું? જ્યારે હું અહીં (મુંબઈમાં) શપથ લેવા આવી ત્યારે મારું ઘર જર્જરિત હાલતમાં હતું. ત્યાં ઘૂંટણિયે પાણી હતું. આ એજન્સીનું કામ એટલું ખરાબ છે કે પૂછો પણ નહીં. આ માટે આપણે જ જવાબદાર છીએ કારણ કે આપણે ફરિયાદ કરતા નથી અને ઘણી બાબતે કોઈ પગલાં લેવામાં આવતા નથી.’

Most Popular

To Top