Vadodara

વડોદરા : મહાકાય મગરની ખાડામાં આરામ મુદ્રા, ફાયરબ્રિગેડના જવાનોને કરાવી કસરત

ભાયલીમાં ખારીયાવાસ વિસ્તારમાં વરસાદી પાણીમાંથી મગર ઘુસી આવ્યો :

મગરનું રેસ્ક્યુ થતાં ભાયલી સીમના લોકોએ રાહતનો શ્વાસ લીધો :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.28

વડોદરાના ભાયલીમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં મગરે આરામ ફરમાવ્યો હતો.જોકે એક યુવક આ દ્રશ્ય જોઈ ગયા બાદ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ફાયરબ્રિગેડનો સ્ટાફ અને વન્ય પ્રેમી સંસ્થા દોડી આવી હતી. પહેલા ફાયરબ્રિગેડના જવાનોએ ખાડામાં પાઇપ નાખી પાણી ઉલેચવાની ફરજ પડી હતી. જે બાદ મહાકાય મગરનું ભારે જહેમતે રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતું.

વડોદરાના ભાયલી ખાતે શનિવારે મોડી રાત્રે મહાકાય મગરે ડેરો નાખતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ખારીયાવાસ વિસ્તારમાં વરસાદી પાણીમાંથી મગર ઘુસી આવ્યો હતો. ભાયલીના યુવાને મગરને જોતા શ્રી સાઈ દ્વારકામાઈ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી સંસ્થાના પ્રમુખ જયેશભાઈએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. પાચ થી સાત ફૂટ ઊંડા પાણીથી ભરેલા ખાડામા આશરે આઠ થી દશ ફૂટનો મહાકાય મગર આરામ ફરમાવી રહ્યો હતો.

જયેશભાઈ અને પ્રાણી જીવરક્ષાની ટીમે સાથે મળી મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી. ખાડામાં પાણી હોવાથી ફાયર બ્રિગેડની મદદથી સૌપ્રથમ પાણી ઉલેચવાનું શરૂ કરાયું હતું. ભારે જહેમત બાદ મગરનુ રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. મગરનું સફળતાથી રેસ્ક્યુ થતાં ભાયલી સીમના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે ફોરેસ્ટ વિભાગની ટિમ મગરને રિલીઝ કરવા લઈ ગઈ હતી.

Most Popular

To Top