Vadodara

વડોદરા મંડળથી ચાલનારી વડોદરા – સિયાલદાહ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા


પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની યાત્રા માંગને પૂરી કરવાના ઉદ્દેશથી વિશેષ ભાડા પર વડોદરા મંડળથી ચાલનારી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે પ્રમાણે છે :-
1. ટ્રેન નંબર 03110 વડોદરા-સિયાલદાહ સુપરફાસ્ટ સ્પેશિયલને 01 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 26 સપ્ટેમ્બર, 2024 સુધી વધારવામાં આવી છે. આ ટ્રેન વડોદરાથી દર ગુરૂવારે 16:45 કલાકે ઉપડશે અને શનિવારે રાત્રે 02:50 કલાકે સિયાલદાહ પહોંચશે. આ રીતે પરતમાં
2. ટ્રેન નંબર 03109 સિયાલદાહ-વડોદરા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 30 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 24 સપ્ટેમ્બર, 2024 સુધી વધારવામાં આવી છે. આ ટ્રેન સિયાલદાહથી દર મંગળવારે 08:10 કલાકે ઉપડશે અને બુધવારે 20:00 કલાકે વડોદરા પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં ગોધરા, રતલામ, કોટા, શ્રી મહાવીરજી, આગરા ફોર્ટ, ટૂંડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, પટના, બખ્તિયારપુર, મોકામા, કિઉલ, ઝાઝા, જસીડીહ, મધુપુર, ચિત્તરંજન, આસનસોલ, દુર્ગાપુર અને વર્ધમાન સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 03110,03109 ના વધારવામાં આવેલા ફેરાનું બુકિંગ 29 જુલાઈ, 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણના સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in. પર જઈને અવલોકન કરી શકે છે.

Most Popular

To Top