Vadodara

વડોદરા : વ્યાજના રૂપિયા બાબતે સમાધાન થયું હોવા છતાં વ્યાજખોરે ચેક બાઉન્સનો કેસ કર્યો

પ્રતિનિધિ વડોદરા તા.28

વ્યાજે લીધેલા રૂપિયા બાબતે વ્યાજખોર સાથે મહિલાને સમાધાન થયું હતું. તેમ છતાં વ્યાજખોરો ચેકમાં 9.95 લાખની રકમ લખીનો ચેક બાઉન્સનો કેસ કોર્ટમાં કર્યો હતો. જેથી મહિલા તથા તેમની દીકરીએ સમાધાન થયું હોવાનુ કહેતા વ્યાજખોરો ફોન પર જાતિ વિરુદ્ધ ગાળો આપી તારાથી થાય તે કરી લે હુ તને કોર્ટમાં જોઇ લઇશ તેવી ધમકી હતી.  મહિલાની પુત્રીએ વ્યાજખોર સુનિલ દેસાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરના ડભોઇ રોડ પર આવેલી વ્રજમંગલ સોસાયટીમાં રહેતા ગીતાબેન કલ્પેશભાઇએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની માતા રમીલાબેનને સુનિલ દેસાઇ 18થી 21 ટકા વ્યાજે રૂપિયા આપ્યા હતા. વ્યાજખોરો તેમની પાસેથી સિક્યુરિટી પેટે ચેકબૂક, એટીએમ પેન્શનની ચોપડી તથા મકાનનો દસ્તાવેજ લીધો હતો. વ્યાજખોર રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી ચાલુ કરતો હતો. જેથી મારી માતાએ તેના વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેથી વ્યાજખોર સુનિલ દેસાઇએ તમારી માતા સાથે સમાધાન કરતા તેણે ચેકબુક, એટીએમ કાર્ડ,પેન્શનની ચોપડી તથા દસ્તાવેજ પરત આપ્યા હતા. પરંતુ બાદામાં તેણે મારી માતા રમીલાબેન પાસેથી વધુ રુપિયા પડાવવા માટે સિક્યુરિટી પેટે આપેલા ચેકનો દુર ઉપયોગ કર્યો હતો. જેમાં તેણે ચેકમાં 9.95 લાખની રકમ લખીને બેન્કમાં ડિપોઝિટ કરાવી બાઉન્સ કરાવી હેરાન પરેશાન કરતો રહેતો હતો અને રૂપિયા મેળવવા માટે કોર્ટમાં દાવો પણ કરી નોટિસ માતાને મોકલી હતી. . જેથી મે તથા મારા દીકરો ચિરાગ સુનિલ દેસાઇ પાસેથી વ્યાજે રૂપિયા લીધા નથી કે સિક્યુરિટી પેટે ચેક આપ્યા ન હોવા છતાં સ્મોલ કોઝ જજની કોર્ટમાં 2.57 લાખ મેળવવા માટે દાવો કરી અમને ત્રણેયને નિટસ મોકલી હતી. જેથી મે તથા મારા માતએ સુનિલ દેસાઇને ફોન કરીને સમાધન થયું છે તેવું કહેતા તેણે જાતિ વિરુદ્ધ ગાળો આપી  તારાથી જે થાય તે કરી લે હુ તને કોર્ટમાં જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. જેથી જેથી કપુરાઇ પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top