Vadodara

વડોદરા : ઢોર ડબ્બા પાર્ટી પર જીવેલણ હૂમલો કરનાર ત્રણ પશુપાલકો જેલ ભેગાં…

હરણી વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર લાકડી-ચાકુ વડે હુમલો કર્યો હતો..

પાલિકાની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા શહેરમાં રખઢતા ઢોરોને પકડવા માટેની કામગીરી કરતી હોય છે ત્યારે માથાભારે પશુપાલકો તેમની ગુંડાગીરી કરતા હોય છે. ત્યારે કેટલાકવાર હિંસક હુમલો કરીને પશુપાલકો ગાયો છોડાવી જતા હોય છે. ત્યારે હરણી વિસ્તારમાં ઢોર ડબ્બા પાર્ટીના કર્મીઓ પર જીવલેણ હુમલો કરનાર ત્રણ પશુપાલકોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા

વડોદરા મહાનગર પાલિકાની ઢોર ડબ્બા પાર્ટીમાં કેટલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રદીપ તુકારામ જાદવ (રહે.માંજલપુર) તેમના અન્ય કર્મચારીઓ સાથે હરણી વિસ્તારમાં રખડતા ઢોરો પકડવા માટે ગયા હતા. જેવી પાર્ટીએ ઢોર પકડ્યા હતા ત્યારે ત્રણ પશુપાલકો ધસી આવ્યા હતા અને ડબ્બા પાર્ટીના કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઉભો કરીને પકડેલા ઢોરને છોડાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને કામગીરીના દખલગીરી કરશો નહી તેમ જણાવ્યું હોવા છતાં એક પશુપાલક લાકડી અને ચાકુ લઇને આવ્યો હતો. ત્યારબાદ તેણે અમારી ગયો કેમ પકડો છે તેમ કહી ઇન્સ્પેકટર પર સહિતના કર્મીઓ સાથે ઝઘડો કર્યા બાદ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં કર્મચારીઓના ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેથી કેટલ ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે હરણી પોલીસે માથાભારે તથા હુમલાખોર પશુપાલકોને શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ટેકનિકલ સોર્સિસના આધારે ત્રણ પશુપાલકો ધર્મેશ ઉર્ફે ધમો દેવર ભરવાડ, દેવર ઉર્ફે દેહુર ભરવાડ તથા અજય ધુધા ભરવાડ (રહે. તમામ રહે. દરજીપુરા ગામ)ની ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

Most Popular

To Top