વડોદરા : કેમ વારસીયા-બાપોદ પોલીસને દારૂનું ખુલ્લેઆમ વેચાણ દેખાતું નથી? – Gujaratmitra Daily Newspaper

Vadodara

વડોદરા : કેમ વારસીયા-બાપોદ પોલીસને દારૂનું ખુલ્લેઆમ વેચાણ દેખાતું નથી?

વારસીયા તથા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પીસીબી-એસઓજીએ રૂ. 3.09 લાખના દારૂ બે બુટલેગરોને ઝડપ્યો, ચાર વોન્ટેડ

પ્રતિનિધિ વડોદરા તા.26

આજવા રોડ પર વારસીયા વિસ્તારમાં સુદામાનગર ઝુપડપટ્ટી તથા સયાજીપુરા તળાવ પાસેથી પીસીબી તથા એસઓજીની ટીમે રેડ કરીને 3.09 લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે વારસીયા તથા બાપોદ પોલીસને જાણે આંખે પાટા બાંધ્યા હોય તેમ કેમ દારૂનું વેચાણ દેખાતુ નહી કે પછી પોલીસને હપ્તાખોરીને કારણે બુટલેગરોને છાવરવામાં આવતા હતા. વિદેશી દારૂ, ત્રણ મોબાઇલ , બોલેરો પિકઅપ તથા રોકડ રકમ મળી રૂ.9.09 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ બિન્દાસ્ત રીતે થઇ રહ્યું છે. જેથી વારસીયા કે બાપોદ પોલીસની આખે જાણે પાટા બાંધ્યા છે કે શુ તેમને વિદેશી દારૂનો વેપલો દેખાતો નથી. પીસીબીની ટીમ 26 જુલાઇના રોજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી હતે વારસીયા ટી 13ની સામે સુદામાનગર ઝુપડપટ્ટીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર રામચંદાણી તેના ઘરની બાજુમાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂનું છુટક વેચાણ કરે છે. હાલમાં વેચાણ ચાલુ છે અને નરેન્દ્ર પણ ત્યાં હાજર છે. જેથી પીસીબીની ટીમ સ્થળ પર રેડ કરીને લિસ્ટેડ બુટલેગર નરેન્દ્ર દયાલદાસ રામચંદાણીને ઝડપી પાડ્યો હતો. તેને સાથે રાખીને ઘરમાં તપાસ કરતા રૂ.45 હજારના દારૂ મળી આવ્યો હતો. જ્યારે રફીક, મની સિંધી અને હિમાંશુ હરી સિંધીને વોન્ટેડ જાહેર કર્યા હતા.   તેવી જ રીતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને સયાજીપુરા તળવા પાસે એક પિકએપ ગાડીમાં તપાસ કરી હતી ત્યારે 2.64 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાં કમલ કિશનકુમાર ગૌતમ (રહે. ડવડેક ફ્લેટ આજવા ચોકડી પાસે)ને ઝડપી પાડ્યો હતો .જ્યારે સોનવીરસિંગ ઉર્ફે સોનું ઉર્ફે મનિષ જાટ (રહે. સયાજીપુરા ટાઉનશીપ પાસે )ને વોન્ટેડ જાહેર કર્યો હતો બંને જગ્યા પરથી રૂ.3.09 લાખનો વિદેશી દારૂ, 3 મોબાઇલ, બોલેરો પિકઅપ, અને રોકડા રૂપિયા મળી રૂ.9.09 લાખનો મુદ્દામાલ કબજે કરીને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.  

Most Popular

To Top