પ્રતિનિધિ વડોદરા તા 25
અતિ ભારે વરસાદને કારણે સમગ્ર વડોદરા શહેર વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતાર્યા છે પરંતુ હજુ કેટલાક વિસ્તારો પાણીથી રહ્યા છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા ફિનિકસ કોમ્પલેક્ષના બેઝમેન્ટની વિસ્તાર ઘરકાવ થઈ ગયો હતો. જેના કારણે ત્યાં ઓફિસ ધરાવતા વેપારીઓને નુકસાન પણ થયું છે.
12 કલાકમાં ખાબકેલા 13 ઇંચ વરસાદે સમગ્ર શહેરને જાણે માનમાં લીધું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદી પાણીથી તમામ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાંથી પાણી નીચે ઉતાર્યા છે પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો પાણીથી તરબતર જણાઈ રહ્યા છે. વરસાદી પાણી સોસાયટીઓ બાદ લોકોના ઘરોમાં પ્રવેશી ગયા હતા. જ્યારે જાહેર રોડ પર બનાવેલા કોમ્પ્લેક્સોના બેજિમેન્ટ નો વિસ્તાર પાણીથી જાણે થઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. સયાજીગં વિસ્તાર માં આવેલા પણ ફિનિક્સ કોમ્પ્લેક્સનો બેઝમેન્ટ પાણીથી સંપૂર્ણ રીતે ડૂબી ગયું હતું. જેના કારણે ત્યાં આવેલી દુકાનો અને ઓફિસોમાં પણ પાણી ઘૂસી ગયા હોય વ્યાપારીઓને વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા : સયાજીગંજના ફિનિક્સ કોમ્પલેક્ષનો બેઝમેન્ટ વિસ્તાર સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ, વેપારીઓને નુકસાન
By
Posted on