Vadodara

આજવા નિમેટા રોડ પર નશામાં દ્યુત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતા, પતિ-પત્ની અને પુત્રી ઇજાગ્રસ્ત..

મહિલા ફંગોળાતા ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો..

કારમાંથી દારૂના કવોટર અને ગ્લાસ મળી આવ્યા..


આજવા રોડ પર નિમેટા ગામ પાસે મહિન્દ્રા SUV કારના ચાલકે દારૂના નશામાં દ્યુત થઇને સ્કૂટરને અડફેટે લેતા એક જ પરિવારના પતિ-પત્ની અને 6 વર્ષની દીકરી ઇજાગ્રસ્ત થયા હતા. મહિલાને 9 માસનો ગર્ભ હતો. જેથી તે ફંગોળાઇને રોડ પર નીચે પટકાતા તેમના ગર્ભમાં બાળકનું મોત થયું છે. જેથી પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું પરિવારજનોએ આ મામલે કારમાં સવાર બે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વાઘોડિયાના નિમેટા પાસે આવેલ હરિ નંદન સોસાયટીમાં રહેતા રવિભાઇ જગદિશભાઈ સોલંકી અને તેમના પત્ની દિપીકાબેન સોલંકી ગઇકાલે સાંજે 5.30 વાગ્યે તેમની 6 વર્ષની દીકરી કનિષાને લેવા માટે સરદાર એસ્ટેટ પાસે આવેલ રઘુકુલ વિદ્યાલય ખાતે ગયા હતા. જ્યાંથી દીકરીને લઇને ઘરે પરત છ વાગ્યાની આસપાસ આજવા રોડ પર નિમેટા પાસે મહિન્દ્રા SUV કારે રવિભાઇના સ્કૂટરને ટક્કર મારી હતી. જેમાં પતિ-પત્ની અને દીકરી ત્રણેય ફંગોળાઇને નીચે પડ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દિપીકાબેનના ગર્ભમાં તેમના બાળકે દમ તોડ્યો હતો.રવીને પેટના ભાગે તથા જમના પગે નડાના ભાગે ફ્રેક્ચર થયું હતુ. તેમની 4 વર્ષની દીકરી કનીષાને પણ ફ્રેક્ચર તથા ગુપ્તભાગે ઈજા પહોંચતા પેશાબની કોથળી ફાટી ગઇ છે.તથા રવીના પત્ની દિપીકા ને નવ માસનો ગર્ભ હતાે અકસ્માતમાં પડી જતા તેમના ગર્ભમાં જ બાળકનું મોત થયું હતું. જેથી સયાજી હોસ્પીટલમા મૃત બાળકને ઓપરેશન કરીને બહાર કાઢ્યો હતો.જેની વિઘી વડોદરાના ખાસવાડી સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. પરિવાર બાળકને ગુમાવ્યો છે ઊપરાંત છ વર્ષની દીકરીની હાલત પણ ગંભીર છે.અકસ્માતના સ્થળેથી
ભોગ બનનારના પરીવારે વાઘોડિયા પોલીસને દારૂના નશામાં દ્યુત સગીર કારચાલક કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરને દારુના ક્વોટર તેમજ ગ્લાસ સાથે વાઘોડિયા પોલીસને સોંપ્યો હોવાનુ ફરીયાદિએ જણાવ્યુ હતુ. કારમાં રહેલા નશામાં દ્યુત બીજા શખ્સ સચિન રાજેન્દ્રભાઇ શાક્ય (રહે. સંતોષીનગર, ખોડિયારનગર, ન્યુ. વીઆઇપી રોડ, વડોદરા) સામે પણ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.

  • જગદીશભાઈ ડાયાભાઈ સોલંકી ( પિતા ) કારમાં 2 છોકરાઓ હતા અને તેઓ દારુ પીધેલી હાલતમાં હતા. તેઓની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા છે અને પોલીસને તે બતાવ્યું છે. અમે એ લોકોના 2 મોબાઇલ અને ગાડીની ચાવી જપ્ત કરીને પોલીસને આપી છે. પોલીસે બે આરોપીને વાઘોડિયા પોલીસને સોપ્યા છે. અમારી માંગણી છે કે આ લોકો સામે દારુ પિઘેલાનો, લાયસન્સ વગર કાર ડ્રાઈવ કરવી, અકસ્માત કરી બાળકનુ ગર્ભમાં મોત નિપજાવુ વગેરે કલમો લગાવવી કડકમાં કડક સજા થાય તેવી માંગ છે.

Most Popular

To Top