National

બજેટ બાદ PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘મિડલ ક્લાસનું બજેટ..’

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ (PM Modi) બજેટમાં કરેલી જોગવાઈઓ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે આ બજેટ દેશને સમૃદ્ધિ તરફ લઈ જશે અને આ બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

બજેટની રજૂઓત થયા બાદ પોતાના પહેલા નિવેદનમાં વડાપ્રધાને કહ્યું હતું કે ‘આ એક એવું બજેટ છે જે દેશને તાકાત આપે છે. આ એક એવું બજેટ છે જે ખેડૂતો અને યુવાનોને પ્રગતિના પંથે લઈ જશે. તેમજ છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમની આર્થિક પ્રગતિમાં સાતત્યતા માટે આ બજેટ છે. આ એક એવું બજેટ છે જે યુવાનોને અગણિત તકો આપશે. આ બજેટ મધ્યમ વર્ગને નવી તાકાત આપશે. બજેટ આદિવાસી સમાજ, દલિતો અને પછાત લોકોના સશક્તિકરણ માટે મજબૂત યોજનાઓ સાથે આવી છે. આ બજેટ મહિલાઓની આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપનારું બજેટ છે. આ એક એવું બજેટ છે જે દેશના ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ એક એવું બજેટ છે જે સૈનિકોને અગણિત નવી તકો આપશે. આ બજેટ શિક્ષણ અને કૌશલ્યને નવો સ્કેલ આપશે. આ એક એવું બજેટ છે જે મધ્યમ વર્ગને નવી તાકાત આપશે.

PM એ કહ્યું કે આ બજેટ નાના વેપારીઓ અને MSME ને તેમની પ્રગતિ માટે નવો માર્ગ પ્રદાન કરશે. બજેટમાં મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેનાથી આર્થિક વિકાસને નવી પ્રગતિ મળશે. તેમજ રોજગાર અને સ્વ-રોજગાર માટે અભૂતપૂર્વ તકો પૂરી પાડવી એ અમારી સરકારની ઓળખ રહી છે. તેમજ આજનું બજેટ સરકારની આ ઓળખને વધુ મજબૂત કરે છે.

પ્રથમ રોજગાર મેળવનાર યુવાનોને પગાર સરકાર તરફથી મળશે
પીએમએ કહ્યું કે દેશ અને દુનિયાએ PLI યોજનાની સફળતા જોઈ છે. સરકારે બજેટમાં રોજગાર સંબંધિત પ્રોત્સાહનોની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર પ્રથમ નોકરી મેળવનાર યુવાનોનો પ્રથમ પગાર આપશે. એક કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ યોજના થકી ગામડાના ગરીબ યુવાનો પણ દેશની ટોચની કંપનીઓમાં રોજગાર મેળવી શકશે. આપણે દરેક શહેર, દરેક ગામ, દરેક ઘરમાં ઉદ્યોગ સાહસિકો બનાવવાના છે. આ હેતુ માટે ગેરંટી વિના મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેનાથી સ્વરોજગારમાં વધારો થશે.

Most Popular

To Top