શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ પૌવાવાલાની ગલી બહાર જર્જરિત ઇમારતને કોર્પોરેશનની નોટિસ બાદ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ થયેલી દુકાન ખુલતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક વોર્ડ નં.14ના મ્યુનિ. કાઉન્સિલર સ્થળ પર દોડી આવી તપાસ કરતાં કોઇપણ પ્રકારની પાલિકા અથવાતો અન્ય કોઇ ડિપાર્ટમેન્ટની પરવાનગી ન હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પ્રિ મોનસુનની કામગીરીને લઈને વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નિર્ભયતા નોટિસ આપવામાં આવી હતી ત્યારે શહેરના નવાબજાર વિસ્તારમાં આવેલા ચાંપાનેર દરવાજા પાસે જર્જરિત એક ઇમારતને નોટિસ આપીને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે એકાએક પોલીસ પ્રોટેશન સાથે દુકાન માલિકે દુકાન ખોલતા વિવાદનો વંટોળ જોવા મળ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે વોર્ડ નંબર 14 ના નગરસેવક સચિન પાટડીયાને જાણ થતા તેઓ સાથે જ પૂર્વ ડેપ્યુટી મેયર અને વર્તમાન કાઉન્સિલર નંદાબેન જોશી, મિનેષ પટેલ, સહિતના લોકો સ્થળ પર તરત જ દોડી આવ્યા હતા અને તપાસ કરતાં પાલિકા દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. અને દુકાન માલિક પાસે કોઇપણ પ્રકારની પાલિકા, ફાયર વિભાગ સહિત કોઇપણ પ્રકારની પરવાનગી ન હતી.અહીં વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાઈટ પાણી ડ્રેનેજની લાઈનો કાપી નાખવામાં આવી હતી. ત્યારે વોર્ડ નંબર 14 ના નગરસેવકે દુકાનદાર સાથે ચર્ચા કરી હતી કે વડોદરા મહાનગરપાલિકાની તમામ બાંધકામ અંગેની મંજૂરી મેળવ્યા બાદ જ દુકાન શરૂ કરવામાં આવે ત્યાં સુધી નહીં.જ્યારે સ્થાનિકોએ આગામી દિવસમાં ગણેશ મહોત્સવ,નવરાત્રી અને દિવાળી જેવો પર્વ આવી રહ્યો હોય અને મોટી સંખ્યામાં ગણેશ જીની શોભાયાત્રા સાથે ડીજે નીકળતા હોય છે. ત્યારે જો આ ઈમારત ધરાશાયી થાય અને ભક્તોને ઈજા કે જાનહાની થાય તો જવાબદાર કોણ સાથે જ જો અત્યારે કામગીરી શરૂ કરવામાં આવે તો ગણેશોત્સવ પર તેની અસર પડી શકે તેમ હોય હમણાં કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
નવાપુરાની પાલિકાએ બંધ કરાવેલી દુકાન કેવી રીતે ખુલી ગઈ?
By
Posted on