Vadodara

પાવાગઢમાં ગુરુપૂર્ણિમા અને રવિવારનો સંયોગ, હજારો ભક્તો ઉમટ્યા

આજે ગુરુપૂર્ણિમાને લઇ પાવાગઢમાં ભકતોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિરના મુખ્ય પૂજારી અને મહાકાળી માતાજીના ભક્તો ગુરુવંદના કરવા પહોંચ્યા હતા. જ્યાં પૂજારીને ફૂલમાળા પહેરાવી સન્માન્યા હતા અને ગુરુ આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તોએ મંદિરના મુખ્ય પુજારીના આશીર્વાદ મેળવેલી ધન્યતા અનુભવી હતી. પુજારીએ આજના દિવસનું વિશેષ માહાત્યમ જણાવ્યું હતું.
યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. અંદાજીત 4 લાખ ભક્તોએ આજના પાવન દિવસે માં મહાકાળીના દર્શન કર્યા હોવાનો અંદાજ છે. ગુરુપૂર્ણિમા અને રવિવારના સંયોગને લઈ યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. માં મહાકાળીના દર્શન સાથે ભક્તો ખુશનુમા વાતાવરણ અને પ્રકૃતિની સુંદરતાનો પણ લ્હાવો લઈ રહ્યા છે. વાદળોની ફોજ વચ્ચે પાવાગઢ ડુંગર લપેટાયો છે. હિલ સ્ટેશન જેવા ખુશનુમા વાતાવરણ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. ડુંગર ઉપર ધૂમમ્સ વાળું આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસને કારણે વિઝીબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે.

ડાકોરના ઠાકોરના દર્શને ભાવિક ભક્તો ઉમટ્યા છે. જ્યાં મંદિરમાં કૃષ્ણમ વંદે જગતગુરુના મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગુરુપૂર્ણિમાએ ડાકોરના ઠાકોરના મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો. મોડી રાતથી દર્શન માટે રાહ જોઈને આતુર ભક્તોએ સવારે 5:15ના અરસામાં મંગળા આરતીના દર્શન કર્યા હતા. પગપાળા આવી પહોંચેલા ભક્તોનો થાક દર્શન કરતા જ ઉત્સાહમાં ફેરવાઈ ગયો હતો. વહેલી સવારથી જય રણછોડ માખણ ચોરના નાદથી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી હતી.

Most Popular

To Top