Vadodara

વડોદરા : સરકારના મંદિરો તોડવાના નિર્ણયના વિરોધમાં માતાજીને આવેદનપત્ર

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે સરકારને નહિ પણ માતાજીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી :

સરકારને ગજની અને ઔરંગઝેબ સાથે સરખાવી :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.21

વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. જેથી હિન્દુ સંગઠનોની લાગણી દુભાવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મંદિરોને આપેલ નોટિસ સામે અર્ધ નગ્ન થઈ શંખનાદ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ ગજની અને ઔરંગઝેબ સાથે સરકારને સરખાવી ગંભીર આક્ષેપ પણ કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ વડોદરા મહાનગરના આગેવાને જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત જેમાં ભાવનગર, અમદાવાદ,સુરત,ભરૂચ અને વડોદરામાં પણ હજારો મંદિરોને નોટિસ આપવામાં આવી છે.સમગ્ર ગુજરાતમાં 25 હજાર મંદિરોને નોટિસ આપીને એને તોડવાના કામ પ્રશાસન કરી રહ્યું છે. આખા ગુજરાતમાં જો આ રીતે કામ ચાલી રહ્યું હોય તો ગજની અને ઔરંગઝેબ જે રીતે મંદિરો તોડવાનું કામ કરતા હતા.ત્યારે અત્યારનું પ્રશાસન પણ એજ કામ કરી રહી છે. મંદિરો તોડી ધર્મનો નાશ કરવો તે રસ્તે સરકાર નીકળી પડી છે.

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ – બજરંગદળ દ્વારા માંડવી ખાતે આજે ગુરુપૂર્ણિમાના દિવસે બેનરો પોસ્ટરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અને જો ગુજરાતમાં આ મંદિરો તૂટશે તો હિન્દૂ સમાજની આસ્થા તૂટશે. ત્યારે હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવી માંડવીની મેલડી માતાના ચરણોમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. અગાઉ પણ અમદાવાદ અને ગાંધીનગરમાં 350 મંદિરો તોડી પાડયા હતા. ત્યારપછી પણ અવિરતપણે મંદિરો તૂટતા હોય ત્યારે સરકારના પ્રતિનિધીને આવેદનપત્ર આપવાનું ન હોય માતાજીને આવેદનપત્ર પાઠવી પ્રાર્થના કરી હતી કે,જો આ રીતે મંદિરો તૂટી રહ્યા છે જેને કોઈને કોઈ હિસાબે રોકવા જોઈએ.

Most Popular

To Top