Vadodara

સરહદની રક્ષા કરતા જવાનો માટે મહારાણી ચીમનાબાઈ હાઈસ્કૂલ તરફથી રાખડી મોકલાવાઈ

વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી મહારાણી ચિમનાબાઈ હાઇસ્કુલ ખાતેથી સતત 10માં વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અને ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડે પગે ફરજ બજાવતા અને માં ભારતીની રક્ષા કરતા વીર જવાનો માટે લેહ લદાખ સહિતની દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાન ભાઇઓ માટે રક્ષાબંધન પર્વના પૂર્વાર્ધમાં ભાઈ બહેનનો અતૂટ પ્રેમ કેવો હોય , મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલીને અમારા વીરોઓની રક્ષા કરશો એવી પ્રભુને પ્રાર્થના કરીને રાખડીઓની પૂજા કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો, અને વિદ્યાર્થીઓએ રાખડીઓની ભારતીય સાંસ્કૃતિક પ્રમાણે પૂજા કરવામાં આવી હતી


આ શાળામાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ જાત ભાતની રાખડીઓ કવરમાં મુકવામાં આવી હતી અને શુક્રવારે શાળાના પ્રંગાણમાં કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્નલ વિનોદ કુમાર ફલનીકર ની ઉપસ્થિતિમાં આ સુંદર કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકો દ્વારા બનાવેલ વિવિધ પ્રકારની રાખીએ ને લેહ લદાખની બોર્ડર પર મોકલવામાં આવી છે

Most Popular

To Top