Vadodara

માઈક્રોસોફ્ટના સર્વર ઠપ થવાને કારણે વડોદરા એરપોર્ટ પર પણ અસર જોવા મળી હતી…

ઇન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે.દુનિયાભરમાં તમામ લોકોની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લૂ સ્ક્રીનની ખામી દેખાઈ રહી છે. માઈક્રોસોફ્ટના સર્વર ઠપ થવાને કારણે આખી દુનિયામાં બેન્કોથી માંડીને એરલાઇન્સ સુધીની સર્વિસિઝને અસર થઇ છે.
આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.
માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટ્સ અપડેટ મુજબ આ ખામીની શરૂૂઆત એઝર બેકેંડ વર્કલોડના કોન્ફીગ્રેશનમાં કરેલા એક ફેરફારને કારણે થઈ હતી. જેના લીધે સ્ટોરેજ અને કમ્યુટર રિસોર્સિસ વચ્ચે અવરોધ પેદા થયો અને આ કારણે કનેક્ટિવિટી ફેલિયરની સમસ્યા સર્જાઈ.

માઈક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં મુસાફરોને હેન્ડ-રિટન બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યો છે.
દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ કંપનીનું સર્વર ઠપ થતાં એરલાઈન્સની કામગીરીને અસર જોવા મળી રહી છે. એના કારણે એરલાઈન્સનું બુકિંગ તેમજ ચેક-ઇનમાં પણ વિલંબ થતાં વિવિધ એરલાઇન્સ દ્વારા પોતાના મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે
મુંબઇથી વડોદરા રાત્રે 8.30 વાગ્યે આવતી-જતી ઇન્ડિગોની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે. જ્યારે 8.35 વાગ્યે આવતી-જતી દિલ્હીની ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાંથી પણ 8.50 વાગ્યાની ઇન્ડિગોની દિલ્હીથી આવતી-જતી ફ્લાઈટ રદ કરાઈ છે.
વડોદરાથી અવરજવર કરતી મુંબઈ,દિલ્હી ફ્લાઈટ રદ કરવા માં આવી હતી

Most Popular

To Top