Vadodara

વડોદરા:નારાયણ શાળાની ચાલુ શાળાએ દીવાલ ધરાશાયી થતાં બાળકો ઘાયલ..

વડોદરાની નારાયણ શાળાની ચાલુ શાળાએ દીવાલ ધરાશાયી થતાં બાળકો ઘાયલ થયા છે. બે બાળકો દટાયા છે. પ્રથમ માળની દીવાલ તૂટી ગયા હોવાનું જાણવા મળેલ છે. હાલ બાળકો સારવાર હેઠળ છે.
ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય શાળાની પહેલા માળની દીવાલ ધરાશાયી થતા બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સૂત્રો મુજબ શાળાને ખાલી કરાવવામાં આવી રહી છે.નારાયણ શાળાના સંચાલકોએ ફાયર બિગ્રેડની ટીમને જાણ કરી હતી, ફાયરની ટીમે રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું છે.


વડોદરાના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળાની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ છે, આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. શાળાને ખાલી કરાવાવમાં આવી હતી.
થોડા દિવસ અગાઉ વડોદરા મહાનગર સેવાસદન દ્વારા 12 વર્ષ પહેલાં શહેરના જાંબુઆ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નુર્મના આવાસો બનાવવામાં આવ્યા હતા. જે પૈકીના જાંબુઆ ખાતે આવેલા નુર્મના આવાસના એક મકાનના રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધાને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે સવાલ એ થાય છે કે પાલિકાના ધ્યાને આવી સ્કૂલો કેમ નથી આવી અને આવી હોય તો કાર્યવાહી કેમ નથી કરવામાં આવી આવા અનેક સવાલો ઉઠ્યા છે.

Most Popular

To Top