પ્રતિનિધિ વડોદરા તારીખ 19
પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ, સાંસદ અને સભ્યોની સંકલનની બેઠક મળી હતી.
પોલીસ ભવન ખાતે આજે શુક્રવારના રોજ પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર, જોઈન્ટ સીપી મનોજ નીનામા, તમામ ઝોનના ડીસીપી તથા સાંસદ ડોક્ટર હેમંત જોશી, ધારાસભ્ય શૈલેષ મહેતા, કેયુર રોકડિયા સહિતના ધારાસભ્યો સાથે સંકલનની બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ દ્વારા ટ્રાફિક ના નિયમો લોયન ઓર્ડર ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિની વિવિધ રજૂઆતો ની ચર્ચા કરાઈ હતી. ચૂંટણી તથા રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ કરવા માટે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરીને વખાણ કરવામાં આવી હતી.આગામી દિવસોમાં પણ આ રીતના જ સુગમ્ય અને સુયોગ્ય રીતે દરેક કાર્યક્રમને પાર પાડવામાં આવશે તેની નીતિઓ ઘડવામાં આવી હતી.