Charotar

નડિયાદના મહાકાય એફ. કે. ઓર્કિડ કોમ્પલેક્ષમાં ફાયર વિભાગનો સપાટો


ફાયર વિભાગે કોમ્પલેક્ષની તમામ દુકાનોના લાઈટ કનેક્શન કપાવ્યા, ભોયરાંમાં આવેલુ જીમ સીલ કરી નાખ્યુ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.19
નડિયાદ નગરપાલિકા અંતર્ગત મીશન રોડ પર આવેલુ એફ. કે. ઓર્કિડ નામના મોટા કોમ્પલેક્ષમાં ફાયર વિભાગે વહેલી સવારે ધબધબાટી બોલાવી છે. ફાયર વિભાગે જી.ઈ.બી.ના કર્મચારીઓને સાથે રાખી કોમ્પલેક્ષની તમામ દુકાનોના લાઈટ કનેક્શન કાપી નાખ્યા છે અને ભોયતળીયે આવેલા જીમને સીલ કરી નાખ્યુ છે. આ મોટા કોમ્પલેક્ષમાં ફાયર સુવિધા ન હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારકે નડિયાદના મીશન રોડ પર ચર્ચની સામે એફ. કે. મોટા કોમ્પલેક્ષમાં આજે વહેલી સવારે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. જ્યાં આ કોમ્પલેક્ષમાં ફાયર સુવિધાનો અભાવ હોય અને લાંબા સમયથી નોટીસો આપી અને તાકીદ કરવા છતાં કોઈ કોમ્પલેક્ષ માલિક દ્વારા અત્રે ફાયર સુવિધા ઉપલ્બ્ધ ન કરવામાં આવી હોવાથી આજે ફાયર વિભાગની ટીમે અંતે કોમ્પલેક્ષમાં પહોંચી અને વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી તમામ કોમર્સિયલ દુકાનોના વીજ કનેક્શન કપાવી નાખ્યા છે. આ સાથે જ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં બનાવવામાં આવેલા જીમને પણ સીલ કરી નાખવામાં આવ્યુ છે. લાંબા સમય બાદ ફાયર વિભાગની કામગીરીથી અનેક પ્રકારની બૂ આવી રહી છે. અચાનક કરવામાં આવેલી કાર્યવાહીથી ફાયર વિભાગને જે રાંધવુ હોય તે ન રંધાતા અંતે કાર્યવાહી કરાઈ હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે. જેથી હવે આ સમગ્ર મામલે કેવા પ્રકારની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે, તે જોવુ રહ્યુ.

Most Popular

To Top