Trending

ઉષ્માપૂર્ણ સેક્સ લાઈફ માટે મૂડ લાવવાના ઉપાયો – સમસ્યાઃ શું કરવું ? ઉકેલ: ઉત્તેજના જગાવો

આજકાલ લોકોની જીવનશૈલી અત્યંત વ્યસ્ત બની ગઈ છે. એમાં ય જો પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય તેવા કિસ્સાઓમાં તો પરિવાર અને બાળકો માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે ત્યારે પોતાના અંગત શોખ કે જાતીય જીવનના આનંદ માટે સમય કેવી રીતે ફાળવવો તેની સમસ્યા અનેક લોકોને સતાવે છે. નોકરી કરીને આવ્યા બાદ તમે બંને જણાં થાકનો અનુભવ કરો છો. કામનું ટેન્શન, બાળકોની ચિંતા સહિતનાં અનેક કારણોને લીધે લગ્નનાં કેટલાંક વર્ષો પછી યુગલો રાત્રે બેડમાં એકબીજાનો સહવાસ માણવાને બદલે રિમોટ કન્ટ્રોલનો સહારો લે છે. તંદુરસ્ત સેક્સ લાઈફ એ ઘનિષ્ઠ અને ઉષ્માપૂર્ણ સંબંધોમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જાતીય જીવન પરત્વે દુર્લક્ષ સેવવાથી તમારું લગ્નજીવન નીરસ બનવાની સાથે સાથે જ જોખમમાં પણ મુકાઈ જાય છે.

પ્રથમ સમસ્યાઃ ઉષ્માપૂર્ણ સેક્સ લાઈફ માટે શું કરવું ? ઉકેલ- ઉત્તેજના જગાવો..

લગ્નનાં કેટલાંક વર્ષો બાદ તમે રૂટિનમાં આવી જાવ છો. નવીન અનુભવોથી મગજમાં ડોપામાઈનનો સ્રાવ થતું હોવાના જૈવિક પુરાવા પણ છે. ડોપામાઈન એ એક એવો રાસાયણિક સંદેશાવાહક છે કે જે તમારા મગજમાં રહેલા ખુશીના કેન્દ્રને અસર કરે છે. તેથી જ તો જ્યારે નવા સંબંધો બંધાય ત્યારે ઉત્સાહિત થઈ જવાય છે અને તમારું મગજ પણ તે પ્રમાણે વર્તે છે. માત્ર ઉત્તેજના માટે તમે દરેક વખતે પાર્ટનર ના બદલી શકો તે સ્વાભાવિક છે પરંતુ તમે કેટલાંક પરિબળોને તો બદલી જ શકો. સેક્સ માટે અલગ સ્થળ, પોઝિશન કે સમયની પસંદગી કરો. વહેલી સવારે ટ્રાય કરો. શાવર લેતી વખતે કે ઘરના કોઈ એક ખૂણાની પસંદગી કરો.

બીજી સમસ્યાઃ ઘણું કામ બાકી છે, બહુ થાક લાગ્યો છે. ઉકેલઃ રોમેન્ટિક બ્રેક લો

દિવસભરના કામકાજને કારણે યુગલો સખત થાક અનુભવે તે સ્વાભાવિક છે. જેને કારણે રોમાન્સ માટે ઊર્જા ભેગી કરવી ક્યારેક મુશ્કેલ બની જાય છે. જો કે આ સ્થિતિને બદલી શકાય છે. આ માટે તમારે કામને તેના મહત્ત્વ પ્રમાણે અગ્રતા આપવાની જરૂર છે. તમે ગમે તેટલાં થાકેલા હો પણ ક્યારેક હાલતાંચાલતાં બેટરહાફ સાથે રોમાન્સ કરી લેવો જોઈએ. તમારા સંબંધોની તંદુરસ્તી માટે સેક્સ અત્યંત મહત્ત્વનું છે. યોગ્ય સમયની રાહ જોવાને બદલે તમારે તમારા જાતીય જીવનને ફરીથી ઉત્તેજનાસભર અને આનંદમય બનાવવા માટે વ્યસ્ત જીવનમાંથી એક રોમેન્ટિક બ્રેક લેવો જોઈએ. આ સમયમાં કંઈ નવું અને ગમતું ટ્રાય કરો. ઘણી વાર અચાનક મળેલા સમયમાં તમારી રચનાત્મકતા ખીલી ઊઠે છે, જે તમારા આનંદને બમણો કરે છે.

ત્રીજી સમસ્યાઃ તમે કોણ છો? ઉકેલઃ એકબીજાને નવેસરથી ઓળખવાનો પ્રયાસ કરો

જ્યારે તમે છેલ્લા ઘણા સમય સુધી સેક્સની મજા ના માણી હોય ત્યારે તમારા પતિ/પત્ની તરફથી સેક્સ માટેનું નિમંત્રણ થોડુંક બનાવટી કે પ્રયત્નપૂર્વકનું લાગે તે સ્વાભાવિક છે. જો તમે બંને ઘણા લાંબા સમયથી શાંતિથી એકબીજા સાથે ના બેઠાં હો કે રોમાન્સ ના કર્યો હોય તો તમને સેક્સ માટેની ઈચ્છા નહીં થાય. આ માટે તમારે એકબીજા સાથે વધુ સમય ગાળવો જરૂરી છે. ડિનર પર કે મૂવી જવા જેવી જૂની પદ્ધતિને બદલે કંઈક નવી સ્ટાઈલ અજમાવો. સાથે બાઈકિંગ, બોલિંગ કે કંઈ રમૂજ પમાડે તેવું કરો. દર રવિવારે બજારમાં ખરીદી કરવા જાવ અને કોઈ કોફીશોપમાં હોટ કોફીની મજા માણો. આ બાબતને નિયમિત અનુસરવાથી તમને એકબીજા સાથે વધુ સમય ગાળવાની અને એકમેકની નજીક આવવાની તક મળશે અને તમારામાં સમાગમ માટેની ઈચ્છા જાગૃત થશે. તમારા પાર્ટનર સાથે માનસિક રીતે જોડાયા બાદ ક્વિક સેક્સ માણવાથી પણ તમારા ઉત્સાહમાં વધારો થાય છે. પરંતુ હા આ માટે તમારા વચ્ચે લાગણીઓનો તંતુ મજબૂત હોય તે જરૂરી છે.

ચોથી સમસ્યાઃ તમને તમારું શરીર નથી ગમતું ઉકેલઃ તમને જે ગમે તેની પર ધ્યાન આપો

ઘણાં એવાં લોકો છે જેમને પોતાના શરીર પ્રત્યે અણગમો જોવા મળે છે. ગર્ભાવસ્થા બાદ વધેલું વજન ઘટાડવામાં નિષ્ફળતા કે જીમ જવાનું બંધ કરવા જેવાં અનેક કારણોને લીધે તમને મનમાં વસવસો રહ્યા કરતો હોય એવું બને. જેને લીધે તમે સ્વયં પ્રત્યેનો આદર ગુમાવી બેસો છો અને આ ગ્રંથિને લીધે તમે તમારું શરીર અન્ય સમક્ષ રજૂ કરવામાં ક્ષોભ અનુભવો તે સ્વાભાવિક છે. આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે તમે તમને ગમતી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા તો તમારા પાર્ટનરના શરીરનાં અંગોનું રસપાન કરો. તમે જેની સાથે છો તેના કયાં અંગો તમને સૌથી વધુ આકર્ષે છે તેનો વિચાર કરો. તેના શરીરમાં કઈ એવી બાબત છે જે તમને ઉત્તેજીત કરે છે? આ બાબતો અંગે વિચાર કરીને તમે તમારા શરીર પ્રત્યેના અણગમાને દૂર કરી શકશો અને સારી રીતે સમાગમની મજા માણી શકશો.

પાંચમી સમસ્યાઃ પીડા થાય છે ઉકેલઃ તેની ચર્ચા કરો

ઘણી વાર તમે મૂડમાં હોવ છતાં તમારું શરીર સાથ ના આપે તેવું બને. તેનું કારણ સેક્સ દરમિયાન થતી પીડા છે. રજોનિવૃત્તિકાળમાંથી પસાર થઈ રહેલી મહિલાઓમાં આવી સમસ્યા ખાસ જોવા મળે છે. મોટા ભાગની મહિલાઓ આ અંગે પોતાના પાર્ટનરને કહેવામાં ખચકાટ અનુભવે છે. ઉંમરની સાથે સાથે જ એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થવાને કારણે યોનિ સહિત જાતીય પરાકાષ્ઠાની ક્રિયા પર અસર થાય છે. જ્યારે કોષો શિથિલ અને પાતળા બની જાય અને તેમાં લોહીનો પ્રવાહ ઘટી જાય ત્યારે સેક્સ પીડાદાયક બની રહે છે. જો કે આ માટેની દવાઓ ઉપલબ્ધ છે. ઘણા દર્દીઓને હું વેજિનલ એસ્ટ્રોજન લેવાની સલાહ આપું છું. આ ઉપરાંત દવાની દુકાન પર વેજિનલ લ્યુબ્રિકન્ટ્સ પણ ઉપલબ્ધ છે. આમ છતાં જો પીડાનો અનુભવ થાય તો તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જેથી તમારા ડોક્ટર તેનું ચોક્કસ નિદાન કરી તમને કોઈ ઉકેલ જણાવી શકે.

છઠ્ઠી સમસ્યાઃ તમે હજી મૂડમાં નથી આવી શકતા ઉકેલઃ કારણ શોધવાનો પ્રયાસ કરો

કામોત્તેજનામાં ઘટાડો થવાનું કારણ માત્ર વધતી ઉંમર ના હોઈ શકે. તે શરીરની અન્ય કોઈ સમસ્યાનું પરિણામ હોઈ શકે. ડિપ્રેશન, ઉચાટ તથા અંતઃસ્ત્રાવોમાં થતાં અસંતુલનને કારણે પણ શિશ્નોત્થાનની સમસ્યા સર્જાઈ શકે છે. પુરુષોમાં શિશ્નોત્થાન નહીં થવાની સમસ્યા એ ડાયબિટીઝ કે હૃદયની કોઈ બીમારીનો સંકેત હોઈ શકે. આ ઉપરાંત ડિપ્રેશનની કે બ્લડશુગરની સારવાર માટે લેવાતી દવાઓ પણ જાતીય આવેગોમાં ઘટાડો કરી શકે છે. તમારી રોજિંદી ટેવો પણ સેક્સ કરવાની ક્ષમતા પર માઠી અસર કરી શકે છે. વધુ પડતું ધૂમ્રપાન તથા શરાબના સેવનથી જાતીય આવેગો નબળા પડે છે. એક્સરસાઈઝ કરવાની ટેવ પણ ક્યારેક જાતીય ઈચ્છાઓ માટે અવરોધક બની શકે છે. ઉદાહરણ તરીકે વધુ પડતો સમય ટુવ્હીલર પર ગાળવાથી કામોત્તેજના પર અસર થઈ શકે છે. તેનું કારણ તમારી ગ્રંથિઓ અને ધમની પર દબાણ સર્જાય છે જેથી લોહીનો પ્રવાહ અવરોધાય છે. આ સમસ્યાની યોગ્ય સારવાર શક્ય છે. તમારી સમસ્યાઓને ક્વોલિફાઈડ સેક્સોલોજિસ્ટને જણાવો જે તમને યોગ્ય વિકલ્પ અને સૂચનો આપશે. આ ઉપરાંત પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. પૂરતો આરામ કરવાથી માનસિક તંદુરસ્તી જળવાઈ રહે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top