પ્રતિનિધિ વડોદરા તા.18
શહેરના ગોત્રી હરીનગર વિસ્તારમાં વિષ્ણુકુંજ સોસાયટી-1માં રહેતા જીગરભાઈ નટવરલાલ મહેતા સાઉડ સિસ્ટમનું કામ કરે છે. 11 જુલાઇના રોજ તેમના પિતા નટવરલાલ મહેતાને બીમાર પડતા અનુશા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. 14 જુલાઇએ રાત્રીના યુવક મકાનના ગ્રાઉડ ફ્લોરને તાળુ મારીને કામ અર્થે બહાર ગયો હતો. ત્યારે તેમની પત્ની અને બાળકો ઉપરના પ્રથમ માળ પર રૂમમાં ઉંઘી ગયા હતા જ્યારે પિતા હોસ્પિટલમાં એડમિટ હોય માતા અનુશા હોસ્પિટલ ખાતે પિતા પાસે ગયા હતા. દરમિયાન યુવક રાતના બે વાગ્યાના આસાસપાસ તેમનું કામ પૂર્ણ કરી પરત ઘરે આવ્યા હતા. ત્યારે ગ્રાઉડ ફલોરના દરવાજો બંધ હાલતમાં હતો ત્યારબાદ ઉપરના માળે પરિવાર સાથે જઇને સુઇ ગયો હતો. તસ્કરોએ તેમના મકાનમાં ઘુસીને ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે આઠેક વાગ્યાની આસપાસ ઉઠીને નિચે ઉતર્યા હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર મુખ્ય દરવાજાની ગોખંડની જાળીનો નકુચો તુટેલો અને દરવાજો પણ ખુલ્લો હતો. જેથી મકાનના નિચેના બેડરૂમમાં મુકેલી તિજોરીમાં મુકેલો સામાન વેર વિખેર પડેલો હતો અને તિજોરીના ડ્રોવરમાંથી મુકેલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 1.90 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.