એક કાર અને રિક્ષા દબાયા, વાહનોને નુકસાન, જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા થવા પામી ન હતી
*ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી*
(પ્રતિનિધિ) વડોદરા તા. 15
આંશિક વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ શહેરમાં મેઘમહેર શરૂ કરી છે ત્યારે બીજી તરફ સોમવારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ થી પાણીની ટાંકી તરફ જતા આઇસીઆઇસીઆઇ બેંક પાસે એક મોટું તોતીંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જેમાં વૃક્ષ નીચે પાર્ક કરેલા એક મારુતિ કાર અને ઓટોરિક્ષા દબાઈ ગયા હતા. જેને કારણે વાહનોને મોટું નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની કે ઇજા થઈ ન હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વૃક્ષને સાઈડમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી અને કોર્પોરેશનના માધ્યમથી ત્યાં જેસીબી અને ડમ્પર બંને મંગાવીને આ વૃક્ષનો તાત્કાલિક નિકાલ થાય અને રસ્તો રાબેતા મુજબ ફરીથી ચાલુ થાય તે રીતનો પ્રયત્નો મ્યુનિ. કાઉન્સિલર ડો.રાજેશ શાહ દ્વારા કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ ચોમાસા પૂર્વે જ પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત તોતીંગ જોખમી વૃક્ષોની છટણી કરવાની હોય છે પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી કરી હોવાની વાતો તો કરવામાં આવી હતી પરંતુ હકિકત કંઈક અલગ જ ચિતાર રજૂ કરે છે. અગાઉ પણ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી જે સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. શું કોઇ મોટી હોનારત કે કોઇનો જીવ જશે ત્યારે તંત્ર જાગશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
વરસાદ દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં વાહનો દબાયા
By
Posted on