World

ટ્રમ્પ ઉપર હુમલા બાદ તરત જ ચીને આ ખાસ ટી-શર્ટ પ્રિન્ટ કરીને ઓનલાઈન વેચી

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પેન્સિલવેનિયા યુએસમાં ફાયરિંગના લગભગ બે કલાક પછી ચાઇનીઝ ઓનલાઈન રિટેલર્સે ગજબનું કામ કર્યુ હતું. અસલમાં આ ઓનલાઇન પ્લેટકોર્મે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની હત્યાના પ્રયાસમાંથી બચવાની ક્ષણને કૅપ્ચર કરી આ ફોટા સાથે ટી-શર્ટ વેચવાનું શરૂ કર્યું હતું. આ તસ્વીરમાં ટ્રમ્પના ચહેરા પર લોહી છે અને તેઓ મુઠ્ઠી વડે પોતાના સમર્થકોને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ હુમલાના બે કલાકની અંદર અલીબાબાની માલિકીના લોકપ્રિય ચાઇનીઝ ઇ-કોમર્સ પ્લેટફોર્મ તાઓબાઓ પર ટી-શર્ટની પ્રથમ બેચ વેચાણ માટે આવી હતી. ત્યારે ચાઈનીઝ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ તાઓબાઓ પરના વિક્રેતા લી જિનવેઈએ જણાવ્યું હતું કે, “અમે ગોળીબારના સમાચાર જોતાની સાથે જ તાઓબાઓ પર ટી-શર્ટ વેચવાના શરૂ કરી દીધા હતા. જો કે, અમે આ પ્રિન્ટડ ટી શર્ટ છાપી પણ ન હતી, અને ત્રણ કલાકમાં અમે ચીન અને યુ.એસ. બંને તરફથી 2,000 થી વધુ ઓર્ડર પ્રાપ્ત થયા.

લી જિનવેઈએ જણાવ્યું કે ટી-શર્ટ ફેક્ટરી ઉત્તરીય પ્રાંત હેબેઈમાં છે. તેથી જ્યારે ઓર્ડર આવ્યા ટી-શર્ટ ફેક્ટરીઓએ ફક્ત ઘટનાના ફોટા ડાઉનલોડ કરી અને ઝડપથી ટી શર્ટનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જેના માટે તેમની ડિજિટલ પ્રિન્ટિંગને ખુબ જ ઝડપથી કામે લગાડવામાં આવી હતી. આ ફેક્ટરીમાં લગભગ 1 મિનિટમાં ટી-શર્ટ તૈયાર થઈ શકે છે.

ટી-શર્ટ પર શું લખ્યું છે?
ડોનાલ્ડ ટ્રમ્પના ટી-શર્ટમાં તેમના પર થયેલા હુમલાનો ફોટો છે, જેમાં લખ્યું છે કે ‘શૂટિંગ મેક્સ મી સ્ટ્રોંગર’ એટલે કે હુમલો આપણને મજબૂત બનાવે છે. ટ્રમ્પના નામના વિશેષ સંદેશ સાથે બનાવેલી ટી-શર્ટની પ્રથમ બેચ લોકપ્રિય ચાઈનીઝ ઈ-કોમર્સ પ્લેટફોર્મ તાઓબાઓ પર રાત્રે 8.40 વાગ્યે વેચાણ માટે નીકળી હતી.

ટ્રમ્પ ફાયરિંગથી બચ્યા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ જ્યારે બટલરમાં એક રેલી દરમિયાન સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળી ચલાવવામાં આવી હતી. ગોળીનો અવાજ સાંભળીને ટ્રમ્પ નીચે ઝૂકી ગયા અને તેમના સુરક્ષાકર્મીઓએ તેમને ચારે બાજુથી ઢાંકી દીધા. આ પછી ટ્રમ્પ ઉભા થયા અને તેમને ઘટના સ્થળેથી દુર લઇ જવામાં આવ્યા હતા, જો કે આ ઘટનામાં તેમને ઈજાઓ થઈ હતી અને તેમનો ચહેરો લોહીથી લાલ થઈ ગયો હતો.

Most Popular

To Top