Madhya Gujarat

પાવાગઢમાં આવેલ વડા તળાવ ખાતે ST બસ હટાવવાની બાબતે પોલીસ કર્મચારીઓએ એસ.ટી ચાલકને માર માર્યો….

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી માં આવેલા અને સહેલાણીઓ માટે આકર્ષણ રૂપ કહેવાતા વડાતળાવ ખાતે સર્જાયેલા ભયંકર ટ્રાફિક જામમાં ગુજરાત રાજ્ય એસ.ટી પરિવહન નિગમની વડોદરા- બારીયા રૂટની એસ.ટી બસ પણ ફસાઈ ગઈ હતી આ ટ્રાફિકજામને હળવો કરવા માટે સાદા ડ્રેસમાં દોડી આવેલા ત્રણ પોલીસ કર્મચારીઓએ વડોદરા બારીયા એસટી બસના ચાલક સલીમભાઈ ઘાંચીને બસને આગળ લેવાનું કહ્યું હતું પરંતુ ભારે ટ્રાફિકજામ હોવાના કારણે ટ્રાફિક જામમા બસ આગળ જઈ શકે એમ નથી તેવું ચાલક સલીમભાઈ એ કહેતા પોલીસ કર્મચારી અને ચાલક સલીમભાઈ વચ્ચે થયેલી રકજક ને પગલે સાદા વેશ માં આવેલા ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા એસ.ટી. બસ ના ડ્રાઇવર સલીમભાઈ ઘાંચીને બસના કેબિનમાંથી બહાર ખેંચી લઈ જમીન પર પછાડ્યા બાદ દંડાવાળી કરીને ઢોર માર માર્યો હતો જેમાં એસટી બસના ચાલક ઇજાગ્રસ્ત તથા સૌપ્રથમ હાલોલ ની રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન સલીમભાઈ ઘાંચીને પગ માં ફેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું જ્યારે આજે સવારથી યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓના ઘસારાના પગલે એસ.ટી બસની સુવિધાઓ વધારીને સુચારા આયોજન માટે પાવાગઢ માંચી ડુંગર ઉપર હાજર રહેલા આ ગોધરા ડિવિઝનના વિભાગીય નિયામક એસ.ટી ડિંડોર તેમજ હાલોલ એસટી વિભાગના ડેપોના મેનેજર શરદ ભાભોરને આ બાબતની જાણ થતાં તેઓ પાવાગઢ ડુંગર ઉપરથી તળેટીમાં આવી પહોંચ્યા હતા અને પાવાગઢ પોલીસ મથકે પહોંચી ગોધરા વિભાગીય નિયામક એસટી ડીંડોર ની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલોલના ડેપો મેનેજર શરદ ભાભોરે એસ.ટી બસના ચાલકને માર મારી પગમાં ફ્રેક્ચર પહોંચાડનાર ત્રણેય પોલીસ કર્મચારીઓ સામે પાવાગઢ પોલીસ મથકે આજે રવિવારે મોડી સાંજે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

જ્યારે એસટી બસના ચાલકને પોલીસ કર્મચારીઓ દ્વારા બસ હટાવવા જેવી નજેવી બાબતે માર મારતા ચાલકને પગમાં ફેક્ચર પહોંચ્યું હોવાના બનાવ અંગેની જાણ સમગ્ર હાલોલ તેમજ પંચમહાલ પંથકના એસ.ટી.આલમમાં થતા તમામ ડ્રાઇવર કંડક્ટરો સહિત એસ.ટી. વિભાગના કર્મચારી સંગઠનમાં ત્રણેય પોલીસ કર્મચારી સામે ભારે રોષ ભભુકી ઉઠયો હોવાનું જાણવા મળેલ છે અને નજીવી બાબતે એસ.ટી ચાલકને ઢોર મારનાર ત્રણેય પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક ફરિયાદ નોંધી તેઓની સામે કડકમાં કડક પગલાં લેવા અંગેની સમસ્ત એસ.ટી વિભાગના ડ્રાઇવર કંડકટર સહિત કર્મચારીઓના સંગઠન દ્વારા પ્રબળ માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Most Popular

To Top