એક્સપ્રેસ વે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી બસને પંચર પકડતાં ઉભી હતી તે દરમિયાન ટ્રક ઘુસી ગયો
આણંદ.
આણંદ પાસેથી પસાર થતાં વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે પર વ્હેલી સવારે 4 વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પાછળ ટ્રક ઘુસી જતાં છના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં. જ્યારે 9 જેટલા મુસાફર ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવના પગલે આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
આણંદ શહેર નજીકથી પસાર થતાં વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે પર ચિખોદરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વ્હેલી સવારે ચાર વાગ્યાની આસપાસ વડોદરાથી અમદાવાદ તરફ જતી ખાનગી બસમાં અચાનક પંચર પડતાં તે ઉભી હતી, આ સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી ટ્રક ધડાકાભેર બસમાં ઘુસી ગઇ હતી. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે અકસ્માતમાં કુલ છ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. જ્યારે નવ વ્યક્તિ ઘાયલ થયાં હતાં. આ અકસ્માત સર્જાતાં જ ધારી માર્ગ ઘાયલોની ચિચિયારીથી ગુંજી ઉઠ્યો હતો.
આ અકસ્માતની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બીજી કેટલાક મુસાફરના મૃતદેહ બસ અને ટ્રક વચ્ચે ફસાઇ ગયાં હોવાથી તેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં ટ્રકનું ટાયર ફાયટતાં તેની બદલવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે કેટલાક મુસાફર નીચે ઉતરી નજીકમાં ઉભા હતાં અને ટ્રક ધડાકાભેર ઘુસી ગઈ હતી. જેના કારણે બસ નીચે કેટલીક વ્યક્તિ ફસાઇ ગઈ હતી. જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જ્યારે ઘાયલોને સારવાર માટે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
એક્સપ્રેસ હાઇવે પર આણંદ પાસે ઉભેલી બસ પાછળ ટ્રક ઘુસી ગઇ, 6ના મોત
By
Posted on