Vadodara

કાલાઘોડા નજીક સતી આશરા માતાના મંદિરે અષ્ટમી નિમિત્તે મોટી સંખ્યામાં માંઇભક્તોએ કર્યા દર્શન…

અષાઢ સુદ અષ્ટમી એટલે ગુપ્ત નવરાત્રીના દુર્ગાષ્ટમી નું અહીં વિશેષ મહત્વ છે..

માતાજીને પૂરણપોળી, દહીં-ભાત, તાંદલજાની ભાજી તથા ઇંડા ભોગ પ્રસાદીનું વિશેષ મહત્વ.

વડોદરા શહેર એ કલાનગરી સાથે સાથે ધર્મની નગરી તરીકે પણ ઓળખાય છે. વડોદરા શહેર તથા આસપાસ ઘણાં પૌરાણિક મંદિરો આવેલા છે. દરેક મંદિરોનું પોતાનું આગવું માહત્મ્ય છે શ્રદ્ધાળુઓ ની આસ્થા જોડાયેલી છે. હાલમાં અષાઢી નવરાત્રી એટલે કે ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે અને વિક્રમ સંવત 2080 ને અષાઢ સુદ અષ્ટમી રવિવારે દુર્ગાષ્ટમી નું ખૂબ મહત્વ હોય છે ત્યારે શહેરના કાલાઘોડા નજીક વાવ કિનારે પૌરાણિક શ્રી માં સતી આશરા નું મંદિર આવેલું છે. સાત માતાઓ જેઓ એકમાં સમાયેલા છે તેવા માં સતી આશરા માતાજીના મંદિરે માંઇભક્તોની એક આગવી આસ્થા જોડાયેલી છે. અહીં જેના લગ્ન ન થતાં હોય, જેને બાળકો ન થતાં હોય તેઓ અહીં પુજન, દર્શન અને માનતા થકી અહીં તેઓની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની આસ્થા જોડાયેલી છે. રવિવારે દુર્ગાષ્ટમી એટલે કે અષાઢી ગુપ્ત નવરાત્રીની સુદ અષ્ટમી નિમિત્તે સવારથી જ માંઇભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માં સતી આશરાની પૂજા દર્શન કર્યા હતા.માતાજીને પૂરણપોળી, દહી-ભાત તથા તાંદલજાની ભાજી અને ઇંડાનો ભોગપ્રસાદી અર્પણ કરવામાં આવી હતી.અહીં ખાસ કરીને મહારાષ્ટ્રિયન સમાજના લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે.

Most Popular

To Top