Vadodara

વડોદરા ડેરીના ડીરેકટર કુલદીપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો



વડોદરા ડેરીના ડીરેકટર કુલદીપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો છે. ડેસર- સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ રાઉલજીનો CNG પંપ આવેલો છે. જેમાં હિસાબમાં ગોટાળા થયા હતા.રૂપિયા ૬૦ લાખનો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના મેનેજર સહિત પાંચ કર્મચારીઓને ગેરકાયદેસર પોતાની ઓફિસમાં ચાર કલાક ગોંધી રાખીને કુલદીપસિંહ રાઉલજી દ્વારા જબરજસ્તી કબુલાત કરાવીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે.
જેમાં જબરજસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર અમે પૈસાની ઉચાપત કરી છે તેવું લખાણ લખાવી 60 લાખ પરત કરવા માંગણી કરી હતી.પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પોતાના મોબાઈલ પર ત્રણ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતુ જેમાં કુલદીપ સિંહ સતત ગાળો અને ધમકી આપતા સાંભળવા મળ્યા હતા.આ મામલે ડેસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top