તરસાલી બાયપાસ રોડ પર ભર ચોમાસે શાહ ટ્રાવેલ્સમાં આગ લાગતા ચાર બસમાં મોટુ નુકશાન થયુ. ફાયરબ્રિગેડ ધટના સ્થળે દોડી આવી.
વડોદરા શહેરમા અવાર નવાર આગ લાગવાની ધટનાઓ બનતી હોય છે. ચોમાસાની સિઝન છે.ત્યારે તરસાલી બાયપાસ નજીક શાહ ટ્રાવેલ્સમાં બસમાં આગ લાગવાની ધટના બની હતી.આગ લાગવાનો કોલ મકરપુરા ફાયર સ્ટેશનને કરતા મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે આવતા ચાર બસમાં આગ લાગવાની ધટના બની હતી.મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.મકરપુરા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ધટના સ્થળે આવી શાહ ટ્રાવેલ્સની ચાર બસમાં આગ પર કાબુ મેળવ્યો હતો.આગ લાગતા આસપાસના લોકો એકત્રિત થયા હતા.હાલ બસમાં આગ લાગતા બસને મોટુ નુકશાન થવા પામ્યુ છે.પરંતુ આગ કયા કારણ થી લાગી તેનુ કારણ હાલ અકબંધ છે.
તરસાલી બાયપાસ પાસે શાહ ટ્રાવેલ્સની ચાર બસમાં આગ લાગી.
By
Posted on