રાજકોટ ગેમ ઝોનમાં દુર્ધટના બાદ વડોદરા મહાનગર પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. સેફ્ટીના ભાગ રૂપે ફાયર વિભાગ દ્વારા આજે વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે લગાવેલા ફાયરના સાધનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 60થી વધુ ફાયર એક્સ્ટિંગ્યુશરની તારીખ ચેક કરવામાં આવી
જો આવી જ કામગીરી સમયાંતરે શહેરમાં થાય તો કોઈ મોટી દુર્ધટના નહીં સર્જાય.
થોડા દિવસ પહેલાજ પાલિકાની મુખ્ય કચેરીએ લગાવેલી ફાયર સેફ્ટી સિસ્ટમ જેને હજી માડ મહિનો થયો ત્યાં ફાયરની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું અને સબ સલામત છે કે નથી એ ચકાસવામાં આવ્યું. ચર્ચા એવી પણ થાય છે કે જો ખરેખર વખતો વખત અને સમયસર પોતાની જવાબદારી પાલિકાના અધિકારીઓએ નિભાવી હોત તો આજે આવો વારો ના આવત.
વડોદરા: ફાયર વિભાગ દ્વારા પાલિકાની વડી કચેરીએ સાધનોની તપાસ
By
Posted on