Vadodara

વડોદરા મહાનગરપાલિકા અને આઇઓસીએલ વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર

વડોદરા મહાનગરપાલિકા ની સ્થાયી સમિતિના હોલમાં વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની ની અધ્યક્ષ સ્થાને રચાયો ઇતિહાસ, કરારનો પ્રથમ હપ્તો રૂ. ૧૦.૨૩ કરોડ નો ચેક સુપ્રત

ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી . જેમાં વડોદરા મહાનગરપાલિકા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે ૪૦ એમએલડી માટે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો છે. વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોનીના અધ્યક્ષ સ્થાને જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયર રાજેશ શિમ્પી અને તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પદ અધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો.

નેચરલ વોટર બોડીઝ ખરાબ ન થાય તેમ જ ભવિષ્યમાં પીવાના પાણીની તેમજ પાણીની સમસ્યા ન ઉદ્ભવે તેવા હેતુ સાથે સુએજ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટ થી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને 40 ml ડી સુધીનો પાણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે. આ પ્રોજેક્ટની કુલ કેપેસિટી કોસ્ટ 79.77 કરોડની છે 15 વર્ષના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ ની કોસ્ટ 65.33 કરોડની મૂકવામાં આવી છે. વડોદરાના રાજીવનગર ખાતે ૬૦ MLD ક્ષમતાનો TWW પ્લાન્ટ છે જેને રાજીવનગર થી ઇન્ડસ્ટ્રીઝ સુધી ૧૯.૫૦ કિમી લંબાઇની પાઇપ લાઈન પહોંચાડવામાં આવશે. આ કરાવી કુલ કૅપીટલ કોસ્ટ રૂ. ૫૧.૧૮ કરોડ છે જેનો પ્રથમ હપ્તો : રૂ. ૧૦.૨૩ કરોડ નો ચેક iocl દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોનીને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અને iocl ના પદ અધિકારીઓ ની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યો હતો. આ કરારથી વડોદરા મહાનગરપાલિકાની વાર્ષિક આવકમાં રૂ. ૭.૦૪ કરોડ થી રૂ. ૨૦ કરોડ થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટરનાં આયોજન હેઠળનાં કામોમાં
વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી ખાતેના ૫૦ MLD STP થી GSFC, GACL અને GIPCL
ને ૪૨ MLD TWW સપ્લાય કરવામાં આવનાર છે, જેની ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.
નંદેસરી ખાતેની ઇન્ડસ્ટ્રીઝને શેરખી ખાતેનાં STP થી ૨૫ MLD TWW સપ્લાય કરવાના કામનો DPR બનાવવામાં આવી રહ્યા છે.

રીયુઝ ઓફ ટ્રીટેડવેસ્ટ વોટર પ્રોજેક્ટનાં ફાયદા ની વાત કરીએ તો સરકારની રીયુઝ ઓફ ટ્રીટેડવેસ્ટ વોટર 2018 ની પોલિસી અંતર્ગત ઈન્ડસ્ટ્રીઝનાં સહયોગથી સફળતાપૂર્વક આ પ્રોજેકટ ને કાર્યરત કરવામાં આવ્યો છે.

નદીમા વહી જતા ટ્રીટેડ સુવેઝ નો ઈન્ડસ્ટ્રીઝ માં વપરાશ થવાને કારણે ફ્રેશ વોટર ના જથ્થામાં બચત થશે જેનો ઉપયોગ અન્ય કામગીરીમાં કરી શકાશે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આ પ્રોજેક્ટયા પાવરણ સુધારવામાં મદદ મળશે. વડોદરા મહાનગરપાલિકા ને પણ આ પ્રોજેક્ટથી રેવન્યુ જનરેટ થશે .

Most Popular

To Top