Vadodara

એસ.એસ.જી.ના ટ્રોમા સેન્ટરમાં એ.સી.બંધ થતાં દર્દીઓ થયા બેહાલ સાથે તબીબો,નર્સિંગ સ્ટાફ પણ થયા પરેશાન..

ટ્રોમા સેન્ટરમાં ફરજિયાત એ.સી. ચાલુ હોવા જોઈએ કેમકે આઈસીયુ જેવા ઉપકરણો હોય છે.

એ.સી.બંધ થતાં દર્દીઓના સગાઓ પૂઠાં વડે હાથથી દર્દીને હવા આપવા મજબૂર બન્યા હતા.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે વડોદરા શહેરમાં આવેલ સર સયાજી જનરલ હોસ્પિટલ કે જ્યાં વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી દરરોજના હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ અહીં સવલતો માટે સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ છતાં અવારનવાર સયાજી હોસ્પિટલના વહીવટ સામે સવાલો ઉભા થતાં હોય છે.અહીં દર્દીઓને ખાસ કરીને બહારના દર્દીઓને અસુવિધાનો કડવો અનુભવ થાય છે સાથે જ અહીં હોસ્પિટલ પ્રશાસનની નિષ્ક્રિયતાને કારણે ખાનગી એમ્બયુલન્સનો દબદબો જોવા મળે છે જેને કારણે બહારના દર્દીઓ સાથે ખાનગી એમ્બયુલન્સ ચાલકો ઉઘાડી લૂંટ ચલાવે છે. અહીં ગઠીયાઓ ની બિંધાસ્ત અવરજવર થી દર્દીઓ પરેશાન થાય છે. અહીં અસુવિધા અને અવ્યવસ્થાથી દર્દીઓ પરેશાની ઉઠાવે છે છતાં તંત્રને તેઓની લગીરે ચિંતા હોતી નથી.સરકાર લોકોના આરોગ્ય, સ્વાસ્થ્યસુખ માટેની સુવિધા માટે સરકારી હોસ્પિટલ પાછળ લાખો કરોડો ખર્ચ કરે છે પણ વહીવટ કરતા તંત્રની અણ આવડતથી લોકોના ભાગે મુશ્કેલીઓ જ આવે છે

ત્યારે ફરી એકવાર એસ.એસ.જી.ગતરોજ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં એ.સી. બંધ થઈ જતા દર્દીઓની હાલત કફોડી થઇ હતી.ટ્રોમા સેન્ટરમાં ફરજિયાત એ.સી. ચાલુ હોવા જોઈએ કેમકે આઈસીયુ જેવા ઉપકરણો હોય છે,એસી બંધ થતા દર્દીઓને પુઠા,પેપર વડે હથથી હવા આપવી પડે છે.એક તરફ વરસાદ વરસ્યાના 24કલાક દરમિયાન વરસાદ પડ્યો નથી બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય ઉકળાટનો અનુભવ લોકોને થઇ રહ્યો છે ત્યારે આ ટ્રોમા સેન્ટરમાં બે કલાક ઉપરાંત એ.સી.બંધ રહેતાં દર્દીઓ સાથે જ દર્દીઓના સગાઓ,તબીબો, નર્સિંગ સ્ટાફના લોકો પરેશાન થયા હતા. એસ.એસ.જી.હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન સ્ટાફ છે, ઇમરજન્સી ફાયર માટેનો સ્ટાફ છે છતાં તંત્રની બેદરકારી ને કારણે દર્દીઓને હાલાકી ઉઠાવવાનો વારો આવે છે.

Most Popular

To Top