Vadodara

શહેરની નવી કલેક્ટર કચેરી નજીકના મુખ્ય માર્ગ પર ઠેરઠેર તૂટેલા જોખમી ડ્રેનેજના ઢાંકણ..

સ્માર્ટ સિટી વડોદરાનો આવો વિકાસ? શહેરની નવી કલેક્ટર કચેરી નજીકના મુખ્ય રોડપર ઠેરઠેર તૂટેલા જોખમી ડ્રેનેજના ઢાંકણ શું કોઇ ઘટના બાદ તંત્ર જાગશે?

કરોડોના ખર્ચે તૈયાર થયેલા અટલબ્રિજ અને કલેક્ટર કચેરી પાસે જ ડ્રેનેજ ચેમ્બરોના ઢાંકણ તૂટેલી હાલતમાં છતાં તંત્રના ધ્યાનમાં નથી?

નજીકમાં જ કોર્ટ આવેલી છે દરરોજના અહીં કલેક્ટર કચેરી, કોર્ટમાં લોકોની અવરજવર હોય છે જો કોઇ ઘટના બને તો જવાબદાર કોણ?

શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે વિવિધ પ્રોજેકટ તથા કામગીરી પાછળ પાલિકાએ અધધ નાણાં ખર્ચી નાંખ્યા છે. શહેરના બાહ્ય દેખાવો તો રમણીય બનાવી દીધો પરંતુ શહેરમાં આંતરિક વિકાસ થયો જ નથી. શહેરની વેરો ભરતી જનતાને પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પીવાનું શુધ્ધ અને પૂરતાં પ્રેશરથી પાણી, ડ્રેનેજની, રખડતાં પશુ મુક્ત રોડરસ્તાઓ ની તથા સુરક્ષિત રોડની સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. તદુપરાંત ચોમાસા પૂર્વે પ્રિમોન્સુનની કામગીરીની જે વાતો અને ખર્ચ કરવામાં આવ્યો તે એળે ગયો હોય તેવું જણાય છે હાલ વરસાદી મૌસમમાં શહેરમાં ઠેર ઠેર ડ્રેનેજના ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે જે વડોદરાના વિકાસ અને પ્રિમોન્સુનની પાલિકા તંત્રની કામગીરીની આવડત ની ચાડી ખાઇ રહ્યાં છે શહેરના અનેક વિસ્તારોમાં તકલાદી ડ્રેનેજના ઢાંકણા તૂટેલા જોવા મળી રહ્યાં છે તેમાંય શહેરના જૂના પાદરારોડ પર કરોડોના ખર્ચે બનેલા અને રાહદારીઓ, વાહનદારીઓ થી ચોવીસ કલાક ધમધમતા અટલબ્રિજ નીચે અને નવીન કલેક્ટર કચેરીની બિલકુલ નજીક આવેલ ડ્રેનેજ ચેમ્બરો પરના ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે. ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થાય અને રાત્રી દરમિયાન નજરે ન પડે તો લોકો માટે જોખમી સાબિત થઇ શકે તેમ છે છતાં સ્માર્ટ પાલિકા તંત્રના સ્માર્ટ અધિકારોને ધ્યાનમાં નથી અથવાતો કોઇ મોટી હોનારત બાદ તંત્ર જાગવાની રાહ જોઇ રહ્યું છે? જનતા નવું વાહન ખરીદે ત્યારે તેની પાસેથી સૌ પ્રથમ પાલિકામાં રોડટેક્સ ભરાવવામા આવે છે પરંતુ શું શહેરની જનતાને સુરક્ષિત રોડની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે ખરી? જે કલેક્ટર કચેરી તથા નજીકમાં જ કોર્ટ પણ આવેલી છે જ્યાં દરરોજના અધિકારીઓ,નાગરિકો, રાજકીય લોકોની અવરજવર હોય છે છતાં આ માર્ગ પર પાલિકા તંત્ર ને આ તૂટેલા ડ્રેનેજના જોખમી ઢાંકણ નજરે નથી પડી રહ્યાં?
શહેરમાં તૂટેલા તકલાદી ડ્રેનેજના ઢાંકણના ઇજારદાર પાસેથી આ રકમ વસૂલાવવી જોઈએ તથા જો કોઇ આ જોખમી ડ્રેનેજ ના તૂટેલા ઢાંકણ થી ભોગ બને તો તે તમામ ખર્ચ ઇજારદાર અને પાલિકા તંત્ર પાસેથી વસૂલાવવો જોઈએ ત્યારે જ તંત્ર પ્રામાણિકતા સાથે કામ કરશે.

Most Popular

To Top