નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુએ (President Daupadi Murmu) બુધવારે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમી હતી. આ બંનેએ રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં (Badminton Court) બેડમિન્ટન રમી હતી. 66 વર્ષની દૌપદી મુર્મુએ રમત દરમિયાન ઘણા શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં સાઈના નેહવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સામે જીત માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. ત્યારે દેશવાસીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો બેડમિન્ટન પ્લેયરનો આ અવતાર ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ સાથે જ મેચ દરમિયાન રાષ્ટ્રપતિએ ઘણા સ્મેશ શોટ માર્યા હતા, જે જોઇને સાઈના નેહવાલ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેચ બાદ રાષ્ટ્રપતિના ભૂતપૂર્વ હેન્ડલની લાંબી પોસ્ટ સાથે કેટલાક ફોટા પણ શેર કરવામાં આવ્યા હતા. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સાયના નેહવાલનો બેડમિન્ટન રમતા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આ ફોટા અને વીડિયોને ફોટો ઓફ ધ ડે અને વીડિયો ઓફ ધ ડે ગણાવી રહ્યા છે. તેમજ આ મેચની ખુબ પ્રસંશા કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિના એક્સ હેન્ડલના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં સ્ટાર ખેલાડી સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમતી વખતે દ્રૌપદી મુર્મુનો રમત પ્રત્યેનો સ્વાભાવિક પ્રેમ જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિનું પ્રેરણાદાયી પગલું બેડમિન્ટન માટે એક પ્રેરક બળ તરીકે ઉપસી આવે છે, આ પગલાથી મહિલા ખેલાડીઓને વર્લ્ડ સ્ટેજ પર મોટી પ્રરણા મળી રહેશે.’
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું હતું કે, ‘પદ્મ પુરસ્કાર વિજેતાઓને દર્શાવતી ‘હર સ્ટોરી – માય સ્ટોરી’ વ્યાખ્યાન શ્રેણીના ભાગ રૂપે, પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત પ્રતિષ્ઠિત ભારતીય ખેલાડી સાયના નેહવાલ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંતવ્ય આપશે અને પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરશે.
‘મારા માટે સન્માનની વાત છે- સાયના નેહવાલ
સાઈના નેહવાલે પણ રાષ્ટ્રપતિ સાથે રમવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમજ તેણીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, “ભારતના રાષ્ટ્રપતિ સાથે રમવું મારા માટે સન્માનની વાત છે. મારા જીવનનો સૌથી યાદગાર દિવસ છે. મારી સાથે બેડમિન્ટન રમવા માટે રાષ્ટ્રપતિનો ખૂબ ખૂબ આભાર.