Vadodara

વડોદરા : યાકુતપુરામાંથી અતિ કિંમતી ગણાતા બે હાથી દાંત સાથે બે શખ્સ ઝડપાયા

એસઓજી દ્વારા હાથીદાંત તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તેને પૂછપરછ કરાઈ

પ્રતિનિધિ વડોદરા તારીખ 10
યાકુતપુરા વિસ્તારમાં એસઓજી પોલીસે રેડ કરીને અતિ કિમતી ગણાતા બે હાથી દાંત સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને જણા હાથથી દાંત ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તેની પૂછપરછ શરૂ કરાઇ છે. હાથીદાત નો વેપાર ગેરકાયદે હોવા છતાં કેટલાક લાલચી લોકો હાથીનું મરણ કરીને તેના દાંત કાઢી લીધા બાદ ગેરકાયદે વેચાણ કરતા હોય છે. એફએસએલ દ્વારા પણ દાંતના સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભારતમાં હાથીના દાંતનો વેપાર ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ હેઠળ આ પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર ગણવામાં આવે છે. જો તેમ છતાં હાથીના દાંતનું વેચાણ કરતા કોઈ પકડાય તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. લોકો દાંતના લોભમાં હાથીઓને મારી નાખતા હોય છે. જેના કારણે અબોલ અને નિર્દોષ પ્રાણીઓનો માત્ર જીવ જતો નથી પરંતુ તેના કારણે હાથીઓની સંખ્યા પણ ઓછી થતી જાય છે.હાથીદાંતમાંથી ઘરેણાં બનાવવામાં આવતા હોય છે. હાથી દાંતમાંથી વિવિધ પ્રકારની જ્વેલરી પણ બનાવતી હોય છે. જેના કારણે તેમાંથી બનાવેલું વસ્તુઓ ઘણી મોંઘી વેચાય છે. હાથી દાંતમાંથી બનેલી જવેલરીનો પ્રાચીન કાર્ડથી ઉપાયોગ થતો આવ્યો છે. પ્રાચીન સમયમાં પણ રાજા રજવાડા અને સાધન સંપન્ન ધનિક લોકો હાથીદાંતથી બનેલા ઘરેણા પહેરવાના શોખીન હોય હાથીના દાંતમાંથી બનાવેલી વસ્તુઓ ખરીદતા હતા. પરંતુ હાલમાં હાથી દાંતનું વેચાણ ગેરકાયદે ગણાય છે. એસઓજી ની ટીમને બુધવારે સવારે વાતમી મળી હતી કે શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા મકાનમાં બે શખશો હાથીના દાંત લઈને આવ્યા છે. જેથી એસઓજીની ટિમ બાતમી મુજબના યાકુતપુરાના મકાનમાં રેડ કરીને બંને શખ્સોને અતિ મૂલ્યવાન ગણાતા બે હાથીના દાંત સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા તેઓ હાથીના દાંત ક્યાંથી લાવ્યા હતા અને કોને કેટલા રૂપિયામાં આપવાના હતા તેની પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ એફએસએલ દ્વારા પણ હાથી દાંતના સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top