Vadodara

એસ.એસ.જી.હોસ્પિટલમાં પૈસાની ચીલઝડપ કરનાર ગઠિયાને લોકોએ ઝડપી પાડી સિક્યુરિટી ને સોંપ્યો..

વડોદરામાં મધ્ય ગુજરાતની મોટી હોસ્પિટલ સર સયજી જનરલ હોસ્પિટલમા વડોદરા શહેર-જિલ્લા, રાજ્યના અન્ય સ્થળો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દરરોજના હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને તેઓની સાથે જ દર્દીઓના સગાઓ પણ આવતા હોય છે. દૂરથી આવતા દર્દીઓના સગાઓ પોતાની પાસે બહાર રહેવા જમવા ચ્હા નાસ્તા, ફ્રૂટ્સ તથા ઘણીવાર દવા માટે થોડી રકમ તથા પરિવાર સાથે સંપર્ક રહે તે માટે મોબાઇલ ફોન પણ રાખતાં હોય છે આ જ હોસ્પિટલમાં સરળતાથી ટાર્ગેટ મળી રહેશે તે માટે ગઠીયાઓ પણ અહીં આંટાફેરા કરતાં હોય છે.

એસ.એસ.જી.હોસ્પિટલમાં આમ તો સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સારી છે છતાં અહીં ગઠિયાઓ આંટાફેરા કરી ચીલઝડપ, મોબાઇલ, પૈસાની ચોરી કરવા માટે ફરતા હોય છે ત્યારે ગતરોજ એક આધેડ પોતાની પુત્રીને કમળો થયો હોઇ હોસ્પિટલમાં 5નંબરની બારી પાસે દવા લેવા માટે તથા પાસ માટે ઉભા હતા તે દરમિયાન એક ગઠિયાએ તેમનું પર્સ ઝૂંટવી ભાગવાની કોશિશ કરતાં ત્યાં હાજર અન્ય દર્દીઓ અને હોસ્પિટલ કર્મીઓએ તેને દબોચી લીધો હતો. આ દરમિયાન ગઠિયાએ પૈસા અને પર્સ ફેંકી દીધું હતું. આધેડના જણાવ્યા અનુસાર તેમાં 500રૂપિયા ઉપરાંત હતા જે ગઠિયાએ પકડાઈ જતાં પહેલાં ક્યાંક ફેંકી દીધા હતા. પકડાયેલ ગઠિયાને હોસ્પિટલ સિક્યુરિટી ના હવાલે સોંપી દેવાયો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.એસ.જી. હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ગઠિયાઓ તથા નશાના કારોબારીઓ, અહીં બિંધાસ્ત ફરતા હોય છે અને બહારના દર્દીઓ ના સગાઓને ટાર્ગેટ કરતા હોય છે.

Most Popular

To Top